- ભિલોડામાં યુવકના અપહરણ બાદ હત્યા
- વિધીના બહાને બળબજરીથી બેસાડ્યો ગાડીમાં
- વિજ કરંટ આપી કરવામાં આવી હત્યા
અરવલ્લીઃ જિલ્લાના ભિલોડાના ડોડીસરા ગામમાં એક વ્યક્તિનું પાંચ ઇસમો દ્રારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં વ્યક્તિને માર મારી વીજ કરન્ટ આપી હત્યા કરવામાં આવી છે. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ અંગે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસે નોંધી ફરિયાદ
આ ઘટનાથી અજાણ મૃતકના પરિવારને જાણ થતાં તેઓ પર આભ ફાટ્યું હોય તેમ લાગ્યું છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોની ફરીયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.