ETV Bharat / state

મેઘરજમાં રીપેરિંગ સમયે ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી, લોકોમાં નાસભાગ મચી - ટ્રક આગ

રામગઢી ગામ નજીક એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં આસપાસમાં નાસભાગ મચી હતી. ટ્રકમાં રીપેરિંગ કામ ચાલી રહ્યું હતું તેથી આસપાસ લોકો હતાં તેવા સમયે આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી.

મેઘરજમાં રીપેરિંગ સમયે ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી, લોકોમાં નાસભાગ મચી

author img

By

Published : May 29, 2020, 2:50 PM IST

મોડાસા- અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ગામ નજીક પેટ્રોલપંપ આગળ બોરવેલ કરવાની મશીનરી ભરેલ ટ્રકમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટના જ્યારે ટ્રકમાં ખામી સર્જાતા બંધ ટ્રકની રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બની હતી. રીપેરીંગ કામગીરી દરમિયાન અગમ્ય કારણોસર ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે સદનસીબે જાનહાનિ ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પેટ્રોલપંપ નજીક ટ્રકમાં આગ લાગતાં મોટી દુર્ઘટના બનવાનો ભય પેદા થયો હતો લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યાં હતાં. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરબ્રિગેડ ટીમ પહોંચે તે પહેલા ટ્રક આગમાં ખાખ થઇ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.