અરવલ્લી: માલપુર તાલુકામાં 14 ઓગસ્ટની રાત્રીએ મહિલા સાથે આડા સબંધ બાબતે વિક્રમ પગી અને મનુ પગી નામના બે પિતરાઈ ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ગામના બાબુ રામાભાઈ પગી ઉપરાંત, તેના ભાઈ અને અન્ય ત્રણ શખ્શોએ ભેગા મળી ગામની સીમમાં 2 ભાઈઓની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.
પોલીસે બંને યુવકોની હત્યાનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાંચમો આરોપી દેવદાંતીનો વિજય ઉર્ફે ભુરા ખાંટ નામનો હત્યારો ફરાર થઇ ગયો હતો. ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં જિલ્લા પોલીસે સફળતા મેળવી છે.