મળતી માહિતી પ્રમાણે, મહિલાનું અપહરણ કરી તેની દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યાની ઘટનાથી પંથકમાં ઉગ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહિલાના મોત બાદ પીડિતાના પરિવારે તેનો મૃતદેહ પોલીસને સોંપ્યા વિના તેના આરોપીઓની ધરપકડ કરવાની માગ કરી હતી. જેના કારણે પોલીસ અને પરિવાર વચ્ચે ધર્ષણ થયું હતું. પરીણામે યુવતીની હત્યા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી નહોંતી. જેથી યુવતીના પરિવારે ન્યાય મેળવવા માટે પોલીસ મથક બહાર ધરણા કર્યા હતાં. જેના પગલે મંગળવારે અરવલ્લી પોલીસ તંત્રએ રેન્જ IG મયંક ચાવડાની હાજરીમાં પીડિત પરિવારની માગ મહદઅંશે સંતોષી ચાર આરોપી વિરૂદ્ધ અપહરણ દુષ્કર્મ અને હત્યાનો ફરિયાદ નોંધાઈ હતી. આખરે મામલો થાળે પડ્યો હતો.
પોલીસે મોડાસા રૂરલ પોલીસે આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જીગર વિરૂદ્ધ IPC કલમ 302, 366 ,376(ઘ) 502 અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, યુવતીના મૃતદેહને 60 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવાથી તેનું પોસ્ટમોર્ટમ અમદાવાદ હૉસ્પિટલમાં કરવામાં આવશે.