ETV Bharat / state

મેઘરજના ગામમાં નજીવી બાબતમાં યુવકની હત્યા થતાં ચકચાર - 5 The accused murdered the young man in trivia

અરવલ્લીઃ મેઘરજ તાલુકાના ભુવાલ ગામે નજીવી બાબતે એક યુવકની હત્યા થતાં ચકચાર મચી હતી. આરોપી પોતાનું ઘર બનાવવા માટે લાકડાની વડીઓ લાવ્યો હતો. જેની ચોરી થઈ હોવાનો વહેમ રાખી તેણે બુધવાર રાત્રે પાંચ લોકો સાથે મળીને એક યુવકને કુહાડી અને લાકડીથી માર માર્યો હતો. જેમાં યુવકનું મોત થયું હતું. જ્યારે બે મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓને જેલ ભેગા કર્યા હતાં.

arvalli
arvalli
author img

By

Published : Jan 18, 2020, 5:46 AM IST

ભુવાલ ગામના લક્ષ્મણ સવા ડામોર પોતાનુ નવીન ઘર બનાવવા લાકડાની વડીઓ લાવ્યા હતા. જેમાં કેટલીક વડીઓ ચોરાઈ ગઈ હતી. જે અંગે લક્ષ્મણ સવા ડામોર સહિતના કેટલાંક લોકોએ પૂર્વગ્રહ રાખી બદઈરાદો પૂરો કરવા બુધવાર રાત્રે એકજૂથ થઈ હાથમાં લાકડીઓ અને કુહાડીઓથી ભેમાભાઈ ડામોર સાથે ઝઘડો કર્યો હતો. જેમાં 32 વર્ષીય ભીખાભાઈ ડામોરને કુહાડીની મુદર અને લાકડીથી માર મારતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે મણીબેન ડામોર અને હીરાબેન ડામોરને પણ કુહાડી અને લાકડીઓથી માર મારતા તેમને ગંભીર ઈજા થઈ હતી.

મેઘરજના ગામમાં નજીવી બાબતમાં યુવકની હત્યા થતાં ચકચાર

આ ઘટના અંગે મણીબેન ડામોરો મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસ સ્ટેશનના IP એન.કે.રબારીએ હત્યા અને હુમલા અંગેની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ પાંચેય આરોપીઓની ગુરૂવાર સાંજે પાંચ કલાકે ધરપકડ કરી હતી. તેમજ આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Intro:મેઘરજના ભુવાલ ગામે નજીવ બાબતે યુવકને ૫ ઇસમોએ રહેશી નાખ્યો

મેઘરજ – અરવલ્લી

મેઘરજ તાલુકાના ભુવાલ ગામે નજીવી બાબતે એક યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે . પોતાના ઘર બનાવવા લાવેલ લાકડાની વડીઓની ચોરીનો વહેમ રાખી બુધવાર રાત્રે ઝઘડો કરી પાંચ શખ્સોએ એક સમ્પ થઇ યુવકને કુહાડી અને લાકડીથી માર મારતાં યુવક નું મોત થયું હતું. હુમલામાં બે મહિલા સહિત ત્રણ શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ગુરૂવાર સાંજે પાંચ વાગે પાંચેય આરોપીઓને પકડી જેલને હવાલે કરી તેમની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

Body:ભુવાલ ગામના લક્ષ્મણ સવા ડામોર પોતાનુ નવીન ઘર બનાવવા લાકડાની વડીઓ લાવ્યા હતા. જેમાં કેટલીક વડીઓ કોઈક શખ્સો લઈ ગયા હોવાથી પોતાના ઘર બનાવવા માટે લાવેલ વડીઓ ચોરાઈ ગઈ હતી .આ અંગે લક્ષ્મણ સવા ડામોરે સહિતના શખ્સોએ પૂર્વગ્રહ રાખી બદઈરાદો પૂરો કરવા બુધવાર રાત્રે એક સમ્પ થઈ હાથમાં લાકડીઓ અને કુહાડીઓથી ભેમાભાઈ ભુરાભાઈ ડામોર સાથે તકરાર કરી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ઝઘડામાં ભીખાભાઈ રામાભાઈ ડામોર વચ્ચે પડતા ભીખાભાઈ કુહાડીની મુદર અને લાકડીથી માર મારતાં ભીખાભાઈ રામાભાઈ ડામોર (32) નું હુમલામાં મોત થયું હતુ. આ હુમલામાં મણીબેન રામાભાઈ ડામોર અને હીરાબેન ડામોરને પણ કુહાડી અને લાકડીઓથી માર મારતા ઈજાગ્રસ્ત થયા હતા.

Conclusion:આ ઘટના અંગે મણીબેન રામાભાઈ ડામોર રહે.ભુવાલનાઓએ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસ સ્ટેશનના ઈ.પી.આઈ એન.કે.રબારીએ હત્યા અને હુમલા અંગેની ફરિયાદ નોંધી મેઘરજ પોલીસે પાંચેય આરોપીઓને ગુરૂવાર સાંજે પાંચ વાગે પકડી લઇ તમામ સામે યુવકની હત્યાનો ગુનો નોંધી જેલને હવાલે કર્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.