માલપુરમાં રહેતા ભુપેન્દ્રસિંહને ત્રણ-ચાર દિવસથી શરદી-ખાંસી અને તાવ આવતો હતો. જેથી તેમણે પ્રાથમિક સારવાર લીધા પછી મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ત્યાં પણ સારવારથી તબીયતમાં કોઈ સુધારો ન આવતા હોસ્પીટલને યુવકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક ધોરણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ યુવાનને સ્વાઈન ફ્લૂના લક્ષણો હોવાનું જણાયું હતુ. જ્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ આઈસોલેશન વોર્ડમાં ખસેડી સઘન સારવાર હાથ ધરી હતી, પરંતુ ગત રાતના આ યુવકનું મૃત્યું થતા પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો.