અરવલ્લીઃ ભિલોડા તાલુકાના બુઢેલી ગામે બે વર્ષીય માસુમ બાળક રમતા-રમતા ઘર આગળ પડેલી કારમાં પુરાઈ જતા ગૂંગળાઈ ગયુ હતું.બાળક કારમાં બેભાન હાલતમાં જોવા મળતા જ માતા-પિતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા જો કે, ફરજ પરના તબીબે મૃત ઘોષિત કરતા પરિવારજનોમાં ભારે ગમગીન છવાઇ હતી.
![ભિલોડામાં 2 વર્ષના બાળકનું બંધ કારમાં ગૂંગળાઈ જવાથી મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-child-death-photo1-gj10013jpeg_28052020134208_2805f_1590653528_196.jpeg)
એવુ અનુમાન લગાવામાં આવ્યુ છે. બાળક કારમાં એકવાર જતા રહ્યા પછી કારના દરવાજા ઓટમેટીક બંધ થઇ ગયા અને દરવાજો કઈ રીતે ખોલવો તેની ખબર ન પડતાં તે ગાડીની અંદર જ પૂરાઈ ગયો હતો. આ સમય દરમિયાન કોઇ એ તેને જોયો નહિ અને આકરી ગરમીમાં કારની અંદર ગૂંગળાઈ જવાના કારણે તેનું કરુણ મોત થયું છે.