ETV Bharat / state

અરવલ્લીમાં ટ્રક અને બાઈકના અકસ્માતમાં 1નું મૃત્યું - Gujarati News

અરવલ્લીઃ ધનસુરા-બાયડ રોડ પર અણીયોર ત્રણ રસ્તા નજીક આજે ટ્રકે બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલા ઉમરેઠના એક આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયુ હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 14, 2019, 11:45 PM IST

બાઈક ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતના પગલે દોડી આવેલી ધનસુરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી કયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડા જિલ્લાના ઉમરેઠ ગામના ઘનશ્યામ કાછીયા અને નટવર કાછીયા બાઈક લઈ ધનસુરા સામાજિક પ્રસંગમાં હાજરી આપવા અને સંબધીને મળવા આવતા હતા.

બાયડ તરફથી આવતા ટ્રકના ચાલકે પાછળથી ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલા 66 વર્ષના નટવર કાછીયાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ થયુ હતું. પોલીસે અકસ્માત સર્જી ઘટનાસ્થળે ટ્રક મૂકી ફરાર ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે .

ધનસુરામાં ટ્રક અને બાઈકના અકસ્માતમાં ૧ નું મોત

ધનસુરા – અરવલ્લી

       ધનસુરા-બાયડ રોડ પર અણીયોર ત્રણ રસ્તા નજીક આજે ટ્રકે બાઇક ચાલકને પાછળ થી ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલ ઉમરેઠના એક આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયુ હતું . જ્યારે બાઈક ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતના પગલે દોડી આવેલી ધનસુરા પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી કયદેસરની કાર્યવાહી હાથધરી હતી 

         ખેડા જીલ્લાના ઉમરેઠ ગામના ઘનશ્યામ ભાઈ બાબુ ભાઈ કાછીયા અને નટવરભાઈ શંકર ભાઈ કાછીયા બાઈક લઈ ધનસુરા સામાજિક પ્રસંગમાં હાજરી આપવા અને સંબધીને મળવા આવતા હતા તે બાયડ તરફથી આવતા ટ્રકના ચાલકે પાછળથી ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલા 66 વર્ષના નટવરભાઈ શંકર ભાઈ કાછીયા  રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું .પોલીસે અકસ્માત સર્જી ઘટનાસ્થળે ટ્રક મૂકી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત નો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે .

ફોટો- સ્પોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.