ETV Bharat / state

ચરોતરમાં શિયાળાનો માહોલ જામ્યો, તાપમાનનો પારો ગબડ્યો - charotar news

આણંદ:સામાન્ય રીતે નવેમ્બર માસની શરૂઆતમાં શિયાળાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષ દિવાળીના અરસામાં કમોસમી વરસાદના ઝાપટા અને ત્યારબાદ સર્જાયેલા ગરમીના માહોલથી શિયાળુના પગરણનો અનુભવ થયો ન હતો. જો કે હવે ઋતુચક્રમાં પલટો આવ્યો હોવાના કારણે છેલ્લા અમુક દિવસોથી આણંદ જિલ્લામાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે.

ચરોતરમાં શિયાળાનો માહોલ જામ્યો લઘુત્તમ પારો ગબડ્યો
author img

By

Published : Nov 21, 2019, 1:03 PM IST

આણંદ જિલ્લામાં મધ્યરાત્રિ બાદ અને પરોઢીયે ફુલગુલાબી ઠંડીનો અણસાર સ્થાનિકો અનુભવી રહ્યા છે. જેથી જિલ્લામાં વસતા સ્વાસ્થ્યપ્રેમીઓ ધીમે ધીમે મોર્નિગ વોકમાં નીકળતા હોવાનું જોવા મળી રહ્યું છે.

ઠંડીની સિઝન જામતી હોવા છતાં પણ મહત્તમ તાપમાનનો પારો સામાન્ય રહેવાના કારણે દિવસ દરમિયાન ઠંડીની અસર વર્તાતી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી, લઘુત્તમ 17, ભેજનું પ્રમાણ 88 ટકા અને પવનની ઝડપ 1.5 પ્રતિ કલાક રહી છે.

ચરોતરમાં શિયાળાનો માહોલ જામ્યો લઘુત્તમ પારો ગબડ્યો
ચરોતરમાં શિયાળાનો માહોલ જામ્યો લઘુત્તમ પારો ગબડ્યો

ઉલ્લેખનીય છે કે, નવેમ્બરના પ્રારંભમાં આવેલા બે વાવાઝોડાની કલાઈમેટ ઇફેકટના કારણે ચરોતરમાં પણ માવઠા પડ્યા જેના કારણે શિયાળાના બદલે ચોમાસાનો માહોલ છવાયો હતો. જેથી શિયાળો સરખો જામયો ન હતો જે ના કારણે હજી પણ દિવસના કેટલાક સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે છે.

હવામાન ખાતા દ્વારા આગામી અઠવાડિયાની શરૂઆતથી મહતમ તાપમાનનો પારો ગગડવા સાથે લઘુતમ પારો પણ 11થી 14ની આસપાસ પહોંચશે તેવી સંભાવનાઓ દાખવામાં આવી રહી છે. જેથી પ્રારંભિક ઠંડીનો અનુભવ થવા સહિત શિયાળુ માહોલ જામશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

Intro:સામાન્ય રીતે નવેમ્બર માસ ની શરૂઆત માં શિયાળા ની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષ દિવાળીના અરસામાં કમોસમી વરસાદ ના ઝાપટા અને ત્યારબાદ સર્જાયેલા ગરમીના માહોલથી શિયાળુના પગરણનો અનુભવ થયો જ થવા પામ્યો ન હતો. જો કે હવે ઋતુચક્ર માં પલટો આવ્યો હોવાના કારણે છેલ્લા અમુક દિવસોથી આણંદ જિલ્લામાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે.Body:આણંદ જિલ્લામાં મધ્યરાત્રિ બાદ અને પરોઢીયે ફુલગુલાબી ઠંડીનો અણસારો સ્થાનિકો દ્વારા અનુભવાઇ રહ્યો છે. જેથી જિલ્લામાં વસતા સ્વાસ્થ્યપ્રેમીઓ ધીમે ધીમે મોર્નિગ વોકમાં નીકળતા હોવાનું જોવા મળી રહ્યું છે.

ઠંડી ની સિઝન જામતી હોવા છતાં પણ મહત્તમ તાપમાનનો પારો સામાન્ય રહેવાના કારણે દિવસ દરમ્યાન ઠંડીની અસર વર્તાતી નથી. હવામાન વિભાગના વર્તારાનુસાર આજે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી, લઘુત્તમ ૧૭, ભેજનું પ્રમાણ ૮૮ ટકા અને પવનની ઝડપ ૧.પ પ્રતિ કલાક રહેવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે નવેમ્બરના પ્રારંભમાં આવેલા બે વાવાઝોડાની કલાઈમેટ ઇફેકટના કારણે ચરોતરમાં પણ માવઠાં પડ્યા જેના કારણે શિયાળાના બદલે ચોમાસાનો માહોલ છવાયો હતો. જેથી શિયાળો સરખો જામયો ન હતો જે ના કારણે હજી પણ દિવસના કેટલાક સમય દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહે છે.

હવામાન ખાતા દ્વારા આગામી અઠવાડિયાની શરુઆતથી મહતમ તાપમાનનો પારો ગગડવા સાથે લઘુતમ પારો પણ ૧૧થી ૧૪ની આસપાસ પહોંચશેની સંભાવનાઓ દાખવામાં આવી રહી છે. જેથી પ્રારંભિક ઠંડીનો અનુભવ થવા સહિત શિયાળુ માહોલ જામશેની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.