ETV Bharat / state

આણંદમાં બ્રિજની કામગીરીમાં શહેરનો પાણી પુરવઠો ખોરવાયો - બ્રિજ કામગીરી

આણંદ શહેરની મધ્યમાંથી પસાર થતા દાંડી માર્ગ પર બોરસદ ચોકડી પાસે આવેલા રેલવે ક્રોસિંગ પર નિર્માણ પામી રહેલા ઓવર બ્રિજના કામ દરમિયાન ચાલી રહેલા ડ્રિલીગની કામગીરી ના સમયે અચાનક શહેરની પાણી પુરવઠાની મુખ્ય પાઇપમાં ભંગાણ થતા મુશ્કેલીઓ સર્જાઈ હતી.

Anand
Annad
author img

By

Published : Dec 15, 2020, 8:28 AM IST

  • બોરસદ ચોકડી પાસે આણંદ શહેરમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપમાં ભંગાણ
  • દાંડી માર્ગ પર ચાલી રહેલા ઓવર બ્રિજના કામમાં ડ્રીલીંગ દરમિયાન સર્જાયો અકસ્માત
  • પાર્કમાં ભંગાણ થતાં શહેરના મહત્વ વિસ્તારોનો પાણી પુરવઠો ખોરવાયો
  • શહેરમાં પાણી પુરવઠો ખોરવાતા નગરપાલિકા આવી હરકતમાં
  • હજારો લીટર પાણીનો વેડફાટ જતાં રસ્તાઓ પર ટ્રાફિક જામ

    આણંદઃ આણંદ શહેરની મધ્યમાંથી પસાર થતા દાંડી માર્ગ પર બોરસદ ચોકડી પાસે આવેલા રેલ્વે ક્રોસિંગ પર નિર્માણ પામી રહેલા ઓવર બ્રિજના કામ દરમિયાન ચાલી રહેલા ડ્રિલીગની કામગીરી ના સમયે અચાનક શહેરની પાણી પુરવઠાની મુખ્ય પાઇપમાં ભંગાણ થતા મુશ્કેલીઓ સર્જાઈ હતી.
  • પાણીની પાઈપલાઈનમાં ભંગાણ
    અચાનક પાણી પુરવઠાની મુખ્ય પાઈપલાઈનમાં ડ્રિલ થતા પાઈપને ભારે નુકસાન થવા સાથે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો, પાઇપલાઈનમાંથી ઉછાળા સાથે નીકળતા પાણીના કારણે આસ પાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
    Etv Bharat
    આણંદમાં બ્રિજની કામગીરીમાં શહેરનો પાણી પુરવઠો ખોરવાયો

    ઘટનાની જાણ આણંદ નગરપાલિકાને થતા ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાઇપમાં થયેલા નુકસાનનો તાગ મેળવી તાત્કાલિક મરામતની કામગીરી હાથ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.
  • રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ
    આ ઘટના વિશે માહિતી આપતા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનામાં શહેરની મુખ્ય પાણી પુરવઠાની પાઇપને નુકસાન પહોંચ્યાની જાણકારી મળતા સ્થળ તાપસ કરી તાત્કાલિક રીપેરીંગ કામગીરી શરૂ કરવા માટે સૂચનો કરી દેવામાં આવ્યાં હતાં. સાથે સાથે જ દાંડી માર્ગ પર ચાલી રહેલા બ્રિજની કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગનો પણ સંપર્ક સાધી તેમને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યાં હતાં. તેમજ આણંદ શહેરમાં મુખ્ય ગણી શકાય તેવી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતાં શહેરના ટીપી 1થી 4 માં રહેતા રહીશોને પાણી પુરવઠાને અસર પહોંચશે. જેમાં મુખ્યત્વે લોટિયા ભાગોળ, ગામડી વડ, ચોકસી બજાર, કપાસિયા બજાર, બોરસદ ચોકડી, ચોપાટો, વહેરાઈ માતા, જૂનું આણંદ, ગંજ બજાર, ડીએન રોડ, સ્ટેશન રોડ વગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરંભે પડ્યો છે.

    આ પ્રકારની જ્યારે ડ્રીલીંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, તે પહેલાં ગુગલ ગુમાનથી પસાર થતી પાણીની અને અન્ય વાયરની લાઈનોની ચકાસણી કરવી આવશ્યક બનતી હોય છે. પરંતુ આણંદમાં બનેલી આ ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે આણંદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરંભે પડયો હતો.

    ઉલ્લેખનીય છે કે આણંદ પાલિકાએ શહેરીજનોની સુવિધાઓને ધ્યાનમાં રાખતા તાત્કાલિક અસરથી નુકસાન પામેલી પાઇપનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે. પરંતુ જો આ કામગીરીમાં કોઈ ચોક્કસ કારણોથી વિલંબ થાય તો શહેરના મોટા વિસ્તારમાં પાણી પુરવઠો કેવી રીતે પહોંચાડવામાં આવશે, તે નગરપાલિકા માટે મોટો પ્રશ્ન બની ઉભરી આવશે. હજારો પરિવારોને રોજિંદા વપરાશનું પાણી નહીં મળે તો જન જીવનને માઠી અસર પહોચવાનો ખતરો ઉભો થાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.