ETV Bharat / state

લૂંટ કરવાના ઇરાદે જતા બે રીઢા શખ્સોને વાસદ પોલીસે હથિયાર સાથે ઝડપી પાડયા - Vasad Police

વાસદ પોલીસનો સ્ટાફ ટોલનાકાએ વાહનો ચેક કરી રહ્યો હતા. ત્યારે વડોદરા તરફથી એક નંબર પ્લેટ વગરની બાઈકમાં આવી રહેલા બે શખ્સોની પોલીસે શંકાને આધારે તપાસ કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં બન્ને પાસેથી એક દેશી બનાવટની પીસ્ટલ, બે કારતુસ, ખંજર તેમજ મરચું પાવડર મળી આવ્યાં હતા. જેથી પોલીસે તેને ઝડપી પાડ્યા હતા.

લૂંટ કરવાના ઇરાદે જતા બે રીઢા શખ્સોને વાસદ પોલીસે હથિયાર સાથે ઝડપી પાડયા

author img

By

Published : Apr 2, 2021, 5:39 PM IST

  • લૂંટ કરે તે પહેલા જ લૂંટારુઓ પોલીસના હાથ ચડ્યા
  • વાસદ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બે લૂંટારુઓને ઝડપ્યા
  • સાગરીત સાથે મળી વડોદરામાં લૂંટને આપવાના હતા અંજામ

આણંદઃ જિલ્લામાં વાસદ પોલીસનો સ્ટાફ ટોલનાકાએ વાહનો ચેક કરી રહ્યો હતા. ત્યારે વડોદરા તરફથી એક નંબર પ્લેટ વગરની બાઈક ઉપર બે શખ્સો આવી ચઢતા પોલીસે તેમને શંકાને આધારે રોકીને બાઈકની માલિકીના દસ્તાવેજોની માંગણી કરી હતી. પરંતુ બન્ને શખ્સો ગલ્લાતલ્લા કરવા લાગતા પોલીસે તેઓની અંગજડતી કરતાં તેમની પાસેથી એક દેશી બનાવટની પીસ્ટલ, બે કારતુસ, ખંજર તેમજ મરચું પાવડર મળી આવ્યાં હતા.

પોલીસે મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

આ પણ વાંચોઃ મોંઘીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ માટે લૂંટ કરનારો આરોપી ઝડપાયો

પોલીસે બન્નેની આકરી પૂછપરછ કરી

પોલીસે બન્નેની આકરી પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે, વડોદરાના ગોરવા ખાતે આવેલા પંચવટી સર્કલ પાસેની જય જલારામ સોસાયટીમાં રહેતા પોતાના સાગરિત કિશોર અર્જુન તોસવાડા સાથે મળીને વડોદરામાં લૂંટના પ્લાન અર્થે તેઓ આવ્યાં હતા. તેમની પાસેથી મળી આવેલું બાઈક પણ વડોદરાથી ચોરી કરેલું હોવાની હકીકત સામે આવી હતી.

લૂંટ કરવાના ઇરાદે જતા બે રીઢા શખ્સોને વાસદ પોલીસે હથિયાર સાથે ઝડપી પાડયા

આ પણ વાંચોઃ મોરબીના પીપળી લૂંટ પ્રકરણમાં સગા ભાઈએ જ અન્ય સાથે મળીને લાખોની લૂંટ ચલાવી

પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી

વડોદરામાં લૂંટ કરવાના આયોજન ઉપર પોલીસે પાણી ફેરવી દીધું હતું અને પોલીસે ત્રણેય વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.