- આણંદના મોગર થી સારસા જવાના માર્ગ પર પડ્યું ગાબડું.
- તંત્રની કામગીરી સામે રોષ
- ખેડૂતો અને સ્થાનિકો ને પારાવાર મુશ્કેલી
આણંદ: તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવે તે પહેલા રોડની હાલત ખસ્તા થઈ ગઈ છે. આવા રોડનું તેનું સમારકામ કરવામાં આવતું નથી. માર્ગ બિસ્માર હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજા પરેશાન થઈ ગઈ છે. આ અંગે માર્ગ મકાન વિભાગમાં વારંવાર રજુઆત કરવા છતાં સમારકામ થતું નથી. જેને લઈને ભારે નારાજગી જાેવા મળી છે. મોગરથી શનાપુરા જતા માર્ગ પર નાળા ઉપર જ મોટો ભુવો પડી ગયો છે. અઢી ફુટ પહોળો અનો દોઢ ફુટ ઉંડો ભુવો છેલ્લા કેટલાક સમયથી પડ્યો છે.
આ પણ વાંચો : ધંધુકા ધોલેરા રોડ બન્યો ડિસ્કો પુલ...! ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો પરેશાન
રોડ બન્યા પછી સમારકામ જ નહીં
માર્ગ બિસ્માર હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી થતી નથી. જાે ચોમાસા પહેલા બિસ્માર માર્ગોનું સમારકામ નહી થાય તો ચોમાસામાં વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડશે. ગ્રામ્ય વિસ્તારના કેટલાક માર્ગો તો બનાયા પછી ક્યારેય સમારકામ કરવામાં આવ્યું નહી હોવાની ફરિયાદો પણ ઉઠતી નજરે પડે છે. જેના કારણે સ્થાનિક પ્રજાને તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડે છે.