અબ્દુલ કલામે પોતાનું જીવન ભારતની સેવામાં સમર્પિત કરી દીધુ છે. સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા એ.પી.જે. અબ્દુલ કલામનું પૂરું નામ 'અવુલ પાકિર જનુલબદીન અબ્દુલ કલામ' હતું. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931 માં રામેશ્વરમના એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલબુદિન એક મસ્જિદના ઈમામ અને એક નાવના માલિક હતા અને માતાનું નામ આશિમા હતું જે એક ગૃહિણી હતાં.
અબ્દુલ કલામનો પ્રાથમિક અભ્યાસ સ્ક્વોટ્સ હાયર સેકન્ડરી સ્કૂલ થયો હતો. ત્યારબાદ ફિઝિક્સમાં થયા બાદ 1955માં તેમણે મદ્રાસ એરોસ્પેસ એન્જીનીયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.અબ્દુલ કલામ દ્વારા તેમની કારકિર્દીની શરૂઆત એરોનોટિકલ ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ સાથે જોડાઈને કરવામાં આવી હતી. જ્યાં તેમણે એક પોતાની વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1959માં અબ્દુલ કલામે ભારતનું પહેલું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV-3 ના પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ભૂમિકા ભજવી હતી જેના થકી ગૃહની નામના સેટેલાઈટને તેમણે ધરતીના ઓરબીટમાં છોડવામાં આવી હતી. આવી અનેક સિદ્ધિઓ ડૉક્ટર કલામના નામે ઈતિહાસમાં દર્જ થઈ છે.
કલામ ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા આણંદ ખાતે આવેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટના 21માં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. એપી.જે. અબ્દુલ કલામ પહેલીથી જ ડૉક્ટર વર્ગીસ કુરિયનથી ખૂબજ પ્રભાવિત હતા. ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા દેશમાં લાવવામાં આવેલ સ્વેત ક્રાંતિના કારણે દેશમાં મિલ્ક રિવોલ્યુશન શરૂ થયું હતું. સાથે જ ડૉક્ટર વર્ગીસ કુરિયનના પ્રયત્નો થકી ઈરમા ઈન્સ્ટીટ્યુટનો વિકાસ થયો હતો.
કલામ સાહેબની ઈન્સ્ટિટ્યૂટની મુલાકાતને યાદ કરતા કેમ્પસના ડાયરેક્ટર હિતેશ ભટ્ટે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2002માં જ્યારે 15 એપ્રિલના રોજ ડૉક્ટર અબ્દુલ કલામ ઈન્સ્ટિટ્યુટની મુલાકાતે આવ્યા હતા તે સમય આજે પણ મને યાદ છે. કારણ કે, આ ખાસ મુલાકાત સમયે તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા હતા. પરંતુ અટલબિહારી બાજપાઈના અંગત સલાહકાર તરીકે તેઓ દેશની સેવા કરી રહ્યા હતા.