ETV Bharat / state

"ગુટખા ચોર" ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ - GUTKHA GANG

આણંદ:ઉમરેઠ શહેરમાંથી આશરે બે મહિના અગાઉ બસ સ્ટેન્ડ પાસે આવેલા એક પાન મસાલાના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતના પાન મસાલાના કાર્ટૂનની ચોરી કરી ફરાર થઈ જનાર માલેગાવની 'ગુટખા ચોર ગેંગ'ના ત્રણ સભ્યોની આણંદ એલસીબીએ ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

"ગુટખા ચોર" ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ
author img

By

Published : Jun 14, 2019, 2:09 PM IST

ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસે બે મહિના પહેલા 'પદ્માવતી લીલા ગોડાઉન'ના દરવાજાના લોક તોડી વિમલ પાન મસાલાના 25 કાર્ટૂનની ચોરી થઈ હતી. જે મામલે ઉમરેઠ પોલીસ મથકે ગુનો નોંધાતા સમગ્ર મામલાની તપાસ પહેલા ઉમરેઠ પોલીસ અને ત્યારબાદ આણંદ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમરેઠ અને તેની આસપાસના હાઇવે પર સીસીટીવી કેમેરા ચેક કરતા અને બાતમીદારોના નેટવર્કથી ચોરીની તપાસમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવના ઇસમો દ્વારા ચોરી કરવામાં આવતી હોવાની વાત સામે આવતા આણંદ એલસીબીના સ્ટાફે 9 દિવસ પહેલાં આણંદ એલસીબીથી 6 વ્યક્તિની ટીમ બનાવી માલેગાવ રવાના થયા હતા. જ્યાં તપાસ હાથ ધરી અને ત્રણ જેટલા શખ્સોને દબોચ્યા હતા.

"ગુટખા ચોર" ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ
આણંદ એલ.સી.બી.ની એક ટીમ માલેગાવ જઇ સઘન તપાસ કરતા માલેગાવના કુખ્યાત ગુડખા ગેંગના શાહિદ અહમદ એ અન્સારીનું નામ સામે આવતા આણંદ એલસીબીએ માલગામ પોલીસની મદદથી મુખ્ય આરોપી શાહિદ એહમદની ધરપકડ કરી માલેગાવમાં તેની પૂછપરછ કરતાં તેના અન્ય એક સાથી અને ચોરી સમયે ટ્રક ડ્રાઈવર તરીકે કામગીરી કરતા શાહરૂખ અમીન શેખનું નામ ખુલ્યું હતું. આ બંને આરોપીઓની ધરપકડ કરી આણંદ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં તેને આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી ઉમરેઠ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચોરી કરનાર માલેગાંવના બે આરોપીઓને 12 દિવસના રિમાન્ડ અને માલની ચોરી કર્યા બાદ ખરીદનાર આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મોકલી આપવાના હુકમ કર્યા છે.

Intro:ઉમરેઠ શહેરમાં થી આશરે બે મહિના અગાઉ બસ સ્ટેન્ડ પાસે આવેલ એક પાન મસાલા ના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતના પાન મસાલા ના કાર્ટૂન ની ચોરી કરી ફરાર થઈ જનાર માલેગાવ ની 'ગુટખા ચોર ગેંગ' ના ત્રણ સભ્યો ની આણંદ એલસીબીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Body:ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસે બે મહિના પહેલા 'પદ્માવતી લીલા ગોડાઉન'ના દરવાજાના લોક તોડી વિમલ પાન મસાલા ના 25 કાર્ટૂન ની ચોરી થઈ હતી જે મામલે ઉમરેઠ પોલીસ મથકે ગુનો નોંધાતા સમગ્ર મામલાની તપાસ પહેલા ઉમરેઠ પોલીસ અને ત્યારબાદ આણંદ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમરેઠ અને તેની આસપાસના હાઇવે પર સીસીટીવી કેમેરા ચેક કરતા અને બાતમીદારો ના નેટવર્ક થકી ચોરી ની તપાસમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવના ઇસમો દ્વારા ચોરી કરવામાં આવતી હોવાની વાત સામે આવતા આણંદ એલસીબી ના માણસો 9 દિવસ પહેલાં આણંદ એલસીબી થી 6 વ્યક્તિની ટીમ બનાવી માલેગાવ રવાના થયા હતા જ્યાં તપાસ હાથ ધરી અને ત્રણ જેટલા શખ્સોને દબોચ્યા હતા.

આણંદ એલ.સી.બી.ની એક ટીમ માલેગાવ જઇ સઘન તપાસ કરતા માલેગાવ ના કુખ્યાત ગુડખા ગેંગના શાહિદ અહમદ એ અન્સારીનું નામ સામે આવતા આણંદ એલસીબીએ માલગામ પોલીસની મદદથી મુખ્ય આરોપી શાહિદ એહમદ ની ધરપકડ કરી માલેગાંવમાં તેની પૂછપરછ કરતાં તેના અન્ય એક સાથી અને ચોરી સમયે ટ્રક ડ્રાઈવર તરીકે કામગીરી કરતા શાહરૂખ અમીન શેખ નું નામ ખુલવા પામ્યું હતું બંને આરોપીઓની ધરપકડ કરી આણંદ લઈ આવી હતી અને 25 કાર્ટૂન ગુટકા ના માલ ને કોને વેચ્યો હતો તેની પૂછપરછ કરતા વાપીના સેલવાસના ગુટકાના વેપારી વિમલ ઓમ પ્રકાશ મારવાડી નું નામ ખુલવા પામ્યું હતું પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી ઉમરેઠ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચોરી કરનાર માલેગાંવના બે આરોપીઓને ૧૨ દિવસના રિમાન્ડ અને માલ ની ચોરી કર્યા બાદ ખરીદનાર આરોપી ને 3 દિવસના રિમાન્ડ પર મોકલી આપવાના હુકમ કર્યા છે. આરોપીઓની મોડલ ઓપરેટીં હતી કે આ ચોરો પહેલા પાન મસાલા ના વેપારીઓને ત્યા રેકી કરતા ત્યારબાદ સ્થાનિક વ્યક્તિઓની મદદથી ચોરીને અંજામ આપી સાંધેલા વેપારીઓને ત્યાં માલ પહોંચાડી દેતા હતા હાલા ગુનેગારોએ ચાર જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પરંતુ વધુ ખુલાસા રિમાન્ડ પુરા થયા બાદ સામે આવે તેવી શક્યતાઓ આણંદ એલસીબી પોલીસ દ્વારા દર્શાવવામાં આવી છે.

Conclusion:આણંદ એલસીબીના હાથે ઝડપાયેલા માલેગાંવના ગુટકા ગેંગના બે આરોપીઓ,અને માલેગાવ ના આરોપીઓ દ્વારા વહેચવામાં આવેલ માલ ને ખરીદનાર વેપારી એમ કુલ મળી ત્રણ ને આણંદ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે રિમાન્ડ દરમિયાન ગુજરાતમાં આરોપીઓ દ્વારા બીજા કયા કયા ગુના વાત કરવામાં આવ્યા છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ આણંદ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

બાઈટ : આર એન વિરાણી (પી.આઈ આણંદ એલસીબી પોલીસ સ્ટેશન)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.