ETV Bharat / state

સમયની માગને સમજી આણંદના વિદ્યાર્થીઓએ બનાવ્યું ઓટોમેટિક ડિસ્પેન્સર - anand local news

વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિકસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સમયની જરૂરિયાત મુજબ ટચ ફ્રી સેન્સરબેઝ રિચાર્જેબલ ઓટોમેટિક હેન્ડ સેનેટાઈઝર ડિસ્પેન્સર સર્કિટ બનાવી છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે કોરોના મહામારી અળવાથી સહુથી વધુ ફેલાય છે.

સમયની માગને સમજી આણંદના વિદ્યાર્થીઓએ બનાવ્યું ઓટોમેટિક ડિસ્પેન્સર

author img

By

Published : May 29, 2021, 8:56 AM IST

  • આણંદના વિદ્યાર્થીઓએ વિકસાવ્યું સેનિટાઈઝેશન ટૂલ
  • ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ એ ટચ ફ્રી ડિસ્પેન્સર બનાવ્યું
  • નજીવા ખર્ચમાં બનાવી સર્કિટ

આણંદ: વર્તમાન કોરોના મહામારીએ માનવ જીવન પર ઘેરી અશર છોડી છે. જેના કારણે લોકોની રહેણીકરણી બદલાઈ ગઇ છે. સામાન્ય રીતે મુક્ત મને ફરતો માનવી આજે કોરોનામાં નવા નિયમોના બંધનમાં જકડાઈ ગયો છે. તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશન અતિ આવશ્યક બની ગયું છે. કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ સરકારી નિયમો અનુસાર સંક્રમણથી બચવા માટે સામાજિક અંતર અને સેનિટાઈઝરનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તેવામાં આ પ્રકારના સેનિટાઈઝેશન માટે આવશ્યક ઉપકરણનું ચલણ પણ વધ્યું છે. જેમાં ટેક્નોલોજીનો પણ ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓએ ટચ ફ્રી સેન્સરબેઝ રિચાર્જેબલ ઓટોમેટિક હેન્ડ સેનેટાઈઝર ડિસ્પેન્સર સર્કિટ બનાવી

વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિકસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સમયની જરૂરિયાત મુજબ ટચ ફ્રી સેન્સરબેઝ રિચાર્જેબલ ઓટોમેટિક હેન્ડ સેનેટાઈઝર ડિસ્પેન્સર સર્કિટ બનાવી છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે કોરોના મહામારી અળવાથી સહુથી વધુ ફેલાય છે. પંપ અને બોટલમાં જાહેર વપરાશ માટે રાખેલા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પણ સંક્રમણનો જોખમ ઉભું કરે છે. તેના ઉકેલ સ્વરૂપે બજારમાં મળતા ઓટોમેટિક સેન્સરબેઝ ડિસ્પેન્સર ખૂબ મોંઘા આવતા હોય છે. સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિકના વિદ્યાર્થીઓએ ખુબ નજીવા ખર્ચે એવી સર્કિટ બનાવી છે. જે હાથ સાફ કરવા સેનિટાઈઝર માટે ટચ ફ્રી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

સમયની માગને સમજી આણંદના વિદ્યાર્થીઓએ બનાવ્યું ઓટોમેટિક ડિસ્પેન્સર

આ પણ વાંચો: અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે શરૂ કરાઈ માસ સેનિટાઇઝિંગ ટનલ

બજારમાં ખુબ ઊંચી કિંમતે વેચાતા ઉપકરણો કરતા 10 ગણી ઓછી કિંમતમાં સર્કિટ બનાવી

સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિકના વિદ્યાર્થી મોનાર્થ પટેલ અને તેની શપાઠી વિદ્યાર્થીનીએ તેમના પ્રોજેક્ટમાં આ સર્કિટ બનાવી લોકોને વિચારમાં મૂકી દીધા છે. સામાન્ય રીતે બજારમાં ખુબ ઊંચી કિંમતે વેચાતા આવા ઉપકરણો કરતા 10 ઘણી ઓછી કિંમતમાં સર્કિટ બનાવી છે. નવસર્જિત આ સર્કિટ વિશે માહિતી આપતા મોનાર્થ પટેલે જણાવ્યું હતું કે, આ સર્કિટ માટે તેમના પ્રાધ્યાપક વીણાબેન વૈષ્ણવના માર્ગદર્શન અને વિદ્યાનગર સ્થિત કમ્યુનિટી સાયન્સ સેન્ટરના સહયોગ થકી આ સર્કિટ બની શકી છે. જેમાં પમ્પ, સેન્સર પાઇપ અને યુનિક સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે આ સર્કિટને ચાર્જ પણ કરી શકાય છે. જેને એક વાર ફૂલ ચાર્જ કર્યા બાદ તે બેથી ત્રણ દિવસ સુધી કામ કરી શકે છે.

આ પણ વાંચો: વડોદરા પાલિકા તંત્ર એક્શનમાં, રેડ ઝોનમાં સફાઈ અને સેનિટાઈઝેશન શરૂ

કોમ્પેક્ટ સર્કિટ હોવાથી તેને સામાન્ય સેનિટાઈઝરની બોટલમાં પણ ફીટ કરી શકાય

આ ઉપકરણના ઉપયોગ વિશે માહિતી આપતા મોનાર્થે જણાવ્યું હતુ કે, આ ખૂબ કોમ્પેક્ટ સર્કિટ હોવાથી તેને સામાન્ય સેનિટાઈઝરની બોટલમાં પણ ફીટ કરી શકાય છે. સાથે તેને ઓફિસમાં ઘરની પાસે દુકાનમાં અને ગાડીમાં પણ રાખી શકાય તેમ છે. જે ઓટોમેટિક સેન્સર ઓપરેટેડ હોવાથી સંક્રમણનો ખતરો ઘટાડે છે અને કોરોના સામે સુરક્ષિત રહેવા મદદ પુરી પાડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.