આંણદ- નિવૃત્ત શિક્ષક મહેબુબ સૈયદ આણંદ ના હાડગુડ ગામના વતની છે. હાલ રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવનો મહિમા ચાલી રહ્યો છે. ત્યારે દુંદાળા દેવ ગણેશજીના નામને આધાર બનાવી હાડગુડના ચિત્રકાર મહેબુબઅલી સૈયદ (બાબા) એ ગણપતિના જુદા (ganapatis namavali) જુદા 108 નામોનું સંસ્કૃત,ગુજરાતી ,અરબી ભાષામાં શબ્દોના સમન્વય સાથે ગણપતિ દાદાના ચિત્રોનું સુંદર સૃજન કર્યું છે.ધર્મથી મુસ્લિમ (the muslim teacher drew word pictures of ganapatis namavali) હોવા છતા કલાકારને કોઈ સીમાડા નથી નડતા એ યુક્તિને સાર્થક કરતા આ સાહિત્યકાર અને શબ્દચિત્ર ના કસબીએ આ કળાને રુચિ સભર આગળ વધારી છે. કલાકોના અંતે શબ્દ ચિત્રો તૈયાર કરી ગણેશજીના ચિત્રોનું નિર્માણ કરી દીધું છે.
58 નામોના શબ્દ ચિત્રો તૈયાર કર્યા- આ અંગે વાત કરતા મહેબુબ અલી સૈયદ કહે છે કે, આ ચિત્રકળા મૂળ શબ્દચિત્ર કેલિગ્રાફીનો જ એક પ્રકાર છે. જે કેલિગ્રાફી સુલેખનના આધારે શબ્દોનું સુંદર મરોડદાર અને લયયુક્ત આલેખન કરી ગણેશજીના જૂદી જૂદી ભાષામા 108 નામોની નમાવલી પેકીના 58 નામોના શબ્દ ચિત્રો તૈયાર કર્યા છે. આવી જ કેલિગ્રાફી, શબ્દચિત્રને તૈયાર કરતા આણંદ જિલ્લાના હાડગુડ ગામના વતની અને ધોળકા મોહંમદી શાળાના નિવૃત્ત શિક્ષક મહેબુબઅલી સૈયદ (બાબા) જેઓ શબ્દ ચિત્રમાં પારંગત હોઈ કાગળ, પેન્સિલ, કલર અને અન્ય સામગ્રીના સથવારે અનેક કલાકૃતિ સાથે બાળ સાહિત્ય અને શબ્દો ચિત્રો સર્જી સાહિત્યમાં એક નવી શરુઆત કરી છે. તેમણે આ કલાને માધ્યમ બનાવી શિક્ષણમાં બાળકોને સરળ જ્ઞાન મળે તે દિશામાં કામ કરી બતાવ્યું છે.

વસ્તુનું અવલોકન કરું છું- મૂળ વ્યવસાયે ચિત્ર શિક્ષક અને હાલ નિવૃત જીવન ગાળતા મહેબુબ અલી સૈયદે વીતેલા બે વર્ષના અથાગ પ્રયત્નો દવરા દુંદાળા દેવના નામવાળીની આકર્ષક હારમાળા સર્જી દીધી છે. ચિત્રની આ પ્રેરણા અંગે તેઓએ જણાવ્યું હતું કે, શબ્દ ચિત્રમાં હું બારીકાઈથી નામ અને વસ્તુનું અવલોકન કરું છું. એવા સમયે શિક્ષક તરીકે હું ધોળકા નજીકના આવેલા ગૌધનેશ્વર ગામ જ્યાં ગોધનેશ્વર દાદા નું ગણપતીપુરા માં ગણપતિની સ્વંયભૂ મૂર્તિ પ્રગટ થયેલી છે. તે સ્થળની મુલાકાત લેતા ત્યાંથી મને નાનકડી એક પુસ્તિકા મળી, જેમાં ગણપતિ દાદાના 108 જેટલા નામોની નામાવલી હતી. તેના આધારે દાદાના નામના જુદાં જુદાં આકાર,આકૃતિઓને કાગળ ઉપર કંડારી પીંછી,બર્સ વડે દાદાની આકૃતિઓ બનાવી. અને નામ મુજબ કલાને વિકસાવી અને એકાદ વર્ષથી વધુ સમયમાં આ 200 કરતા વધારે શબ્દ ચિત્રો તૈયાર કરી દીધા છે.

ચિત્રો બજારમાં મુકવાની ઇચ્છા- હાલ વિઘ્નહર્તા દેવ ગણેશજી ના 58 જેટલા નામ ને ગણેશજી નો આકાર આપી ચૂક્યા છે. હજુ બીજા 50 જેટલા નામ ને તેઓ આગામી એક વર્ષ માં આકાર આપી ને 108 ગણેશજી ની નામાવલી ને સંપૂર્ણ કરશે તેવો તેમને ભાવ વ્યક્ત કર્યો હતો. આ સાથે ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી,ઉર્દૂ,ફારસી જેવી ભાષા માં પણ ઘણા ગણેશજી ના શબ્દ ચિત્રો તૈયાર કર્યાં છે આ અંગે મ્હેબુબ અલી આગામી દિવસોમાં આ કામ પૂર્ણ થતાં તેનું ખાસ એક્ઝિબિશન કમ સેલ કરી આ ચિત્રો બજારમાં મુકવાની ઇચ્છા વ્યક્ત કરી છે.