ETV Bharat / state

કોંગ્રેસે રાત્રીના સમયે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને અન્ય સ્થળે ખસેડ્યા - ઉમેટા ફાર્મહાઉસ

ગુજરાતમાં રાજ્ય સભાની 4 બેઠક માટે આગામી 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે, ત્યારે 4 બેઠકો માટે 5 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ભાજપ તરફથી નરહરિ અમીન, અજય ભારદ્વાજ અને રમીલાબેન બારાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર જાહેર કર્યા છે. આ ચૂંટણીને લઈ ગુજરાતમાં ફરી રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે. જેમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યો અંગે ચિંતિત છે.

congress
congress
author img

By

Published : Jun 8, 2020, 3:44 AM IST

Updated : Jun 8, 2020, 8:52 AM IST

આણંદ: રાજ્ય સભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસે રિસોર્ટનો સહારો લીધો છે.

કોંગ્રેસે રાત્રિના સમયે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને અન્ય સ્થળે ખસેડ્યા

ઉલ્લેખનીય છે કે, શક્તિસિંહ દ્વારા સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટ ખાતે રાખવામાં આવ્યા છે, તો બીજી તરફ મધ્યગુજરાતના ધારાસભ્યોની કમાન ભરતસિંહે હાથમાં લીધી છે. જેથી 5 જૂનના રોજ ભરતસિંહ સોલંકી દ્વારા મધ્યગુજરાતના 10 જેટલા ધારાસભ્યોને ઉમેટા પાસેના ફાર્મહાઉસમાં ખસેડવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પક્ષથી નારાજ ધારાસભ્યોએ રાજ્ય સભા ચૂંટણી પહેલા પક્ષથી છેડો ફાડયો હતો અને ત્યાર ત્યારબાદ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા હતાં. જેથી કોંગ્રેસ હવે બચેલા ધારાસભ્યોને સુરક્ષિત કારવામાં જોતરાઈ ગઈ છે. આ સંજોગોમાં કોંગ્રેસને અનલોક-2ની પ્રતીક્ષા કરવી પણ જોખમી લાગી રહી છે.

ભરતસિંહે મધ્યગુજરાતના મહત્તમ ધારાસભ્યોને એક ફાર્મહાઉસના કિલ્લાબંધીમાં પૂરી દીધા હતા. આ સમયે મીડિયાની નજરમાં આવી ગયેલા ધારાસભ્યોએ પ્રદેશના આદેશ અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી અને સતત મીડિયાની નજરોથી બચી કોંગ્રેસ દ્વારા ફાર્મહાઉસમાં મેરેથોન બેઠકોના દોર શરૂ કારવામાં આવ્યો હતા. આ બેઠકોમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકી પણ સામેલ થયા હતા.

રવિવારે રાત્રીના સમયે મીડિયા સાથેની ઔપચારિક વાતચીતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધારાસભ્યોને ઉમેટા રાખવા અંગે માહિતી આપી હતી, પરંતુ ત્યારબાદ રાત્રીના 10:30 કલાક બાદ કોંગ્રેસના ધારાસભ્યોને એક બાદ એક અન્ય સ્થળ પર રવાના કરવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે ઓફ કેમેરા વાતચીત જણાવ્યું હતું કે, ધારાસભ્યોને ઉમેટામાં જ રાખવામાં આવશે અને સોમવારે તેમને અન્ય સ્થળે ખસેડવામાં આવશે. આ વાતચીત દરમિયાન ચાવડાએ ધારાસભ્યોને કયા સ્થળે ખસેડવામાં આવશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, પરંતુ સોમવારે 11 વાગ્યે પત્રકાર પરિષદ કરી કોંગ્રેસની રણનીતિ માટે સ્પષ્ટતા કરવા અંગે જણાવ્યું હતું.

મોડી રાત્રીના અંધકારમાં કોંગ્રેસ દ્વારા ખસેડવામાં આવેલા ધારાસભ્યો હવે રાજસ્થાન પહોંચે છે કે, તેમને બીજા સ્થળે ખસેડવામાં આવે તે તો જોવું રહ્યું, પરંતુ હવે કોંગ્રેસ માટે રાજ્ય સભાની બેઠકો જીતવી જંગ જીતવા સમાન લાગી રહ્યું છે. આવા સંજોગોમાં કોંગ્રેસે ધારાસભ્યો બચાવવા સાથે-સાથે પક્ષમાં આંતરિક વિખવાદ ન સપડાય તેનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ બની રહેશે.

Last Updated : Jun 8, 2020, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.