આણંદ: સમાજમાં શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે, શિક્ષણના થયેલા વ્યાપારીકરણમાં શિક્ષકને એક વ્યવસાય બનાવી દીધો છે. સારી શાળામાં પ્રવેશ મેળવવા ઉંચી ફી આપવી પડે છે. સારું બિલ્ડિંગ, રમતના મેદાનો અને અન્ય સુવિદ્યાના નામે અઢળક ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવે છે. જેનું આર્થિક ભારણ પરિવાર પર પડે છે.
આજના મોંઘવારીના સમયમાં આણંદ જિલ્લામાં એક એવા શિક્ષક છે, જે છેલ્લા 17 વર્ષથી કોઈ સ્વાર્થ અને આશા અપેક્ષા રાખ્યા વિના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અક્ષરજ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. છેલ્લા 17 વર્ષમાં તેઓ ત્રણ લાખ કરતા વધારે બાળકોને જીવનમાં ઉપયોગી બને તેવું શિક્ષણ આપી ચૂક્યા છે. આણંદના કર્મનિષ્ઠ શિક્ષક નીતિનભાઈ આત્મારામ પ્રજાપતિના પિતા શિક્ષક હતા અને પિતા દ્વારા વારસામાં તેમને શિક્ષણ આપવાની ઢબ અને સમજ મળી છે. આણંદમાં અંગ્રેજીના ટયૂશન ચલાવતા નીતિનભાઈ વર્ષોથી ગરીબ અને ભણવામાં ઓછી રુચિ ધરાવતા બાળકોને અલગ જ રીતે શિક્ષણ આપી રહ્યા છે.
શિક્ષક દિન: શિક્ષણના વ્યાપારીકરણથી વિપરીત, જાણો આણંદના કર્મનિષ્ઠ શિક્ષક વિશે - આણંદના શિક્ષક નીતિનભાઈ
આજે શિક્ષક દિન છે, ત્યારે આપણે આણંદ જિલ્લાના આ શિક્ષકને યાદ કરવા પડે તેમ છે. આ શિક્ષક મોંઘવારીના દોરમાં છેલ્લાં 17 વર્ષથી કોઈ સ્વાર્થ અને આશા અપેક્ષા રાખ્યા વિના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અક્ષરજ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. આ શિક્ષકે નવી પેઢીનું ઘડતર કરી સમાજ તેમજ દેશને નવી દિશામાં લઇ જવાનું કાર્ય કર્યું છે, જે ખરેખર બિરદાવવા લાયક છે.