સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષા વિવાદ
સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા
70થી 80 વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા
એલ.એલ.બીની પરીક્ષામાં MCQ ની પધ્ધતિને લઈને લઈને ઉતર્યા હડતાલ પર
આણંદ: પ્રાપ્ત માહિતી મુજબ સરદાર પટેલ યુનિવર્સિટીની LLBની ઓનલાઈન પરીક્ષામાં MCQ પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓએ છેલ્લા ચારેક દિવસથી આંદોલન છેડ્યું છે, તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા, આજે પાંચ વિદ્યાર્થીઓ અને સીન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે યુનિવર્સિટી સામે જ ઉપવાસ આંદોલન છેડીને વિરોધ નોંધાવ્યો છે. LLBના વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવાની માગ કરી હતી.
આ અંગે અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આખું વર્ષ ઓનલાઈન તમામ ફેકલ્ટીમાં થીયરીકલ અભ્યાસ કરાવવામાં આવ્યો છે. તેની સામે વાર્ષિક પરીક્ષામાં થીયરીકલ પ્રશ્નોની જગ્યાએ ઓનલાઈન MCQ પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થવાની પણ સંભાવના છે.
યુનિવર્સિટીના આ નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા એસ. પી. યુનિવર્સિટીના કુલપતિ સહિત સ્થાનિક રાજકીય નેતાઓને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા આખરે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું છે, તેમ છતાં કોઈ નિર્ણય નહી આવે તો, આગામી દિવસોમાં જલંધ આંદોલન કરવામાં આવશેની ચીમકીનો ઉચ્ચાર કરવામાં આવ્યો છે.