- આણંદ LCB એ ઝડપ્યું રાજ્યવ્યાપી RC BOOK કૌભાંડ
- બનાવટી RC BOOK બનાવી કરતા હતા વેચાણ
- ઉમરેઠના બે શખ્સોની 16 જેટલી નકલી RC BOOK સાથે કરી અટકાયત
- ઘટનામાં માસ્ટર માઈન્ડ બનાસકાંઠાનો રહેવાસી
- આણંદ LCB એ તલસ્પર્શી તાપસ હાથ ધરી
આણંદ: રાજ્યમાં એક પછી એક મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે. જેમાં આણંદ જિલ્લાની વાત કરીએ તો જાણે કૌભાંડોનું એપી સેન્ટર બની રહ્યું હોય તેમ અગાઉ મસમોટું બોગસ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું હતું. જે બાદ નકલી પાસપોર્ટ કૌભાંડ અને ત્યાર બાદ નકલી પાસબુક કૌભાંડ અને હવે મસમોટું રાજ્ય વ્યાપી બોગસ RC બુક કૌભાંડ આણંદ માંથી સામે આવ્યું છે. કોઈપણ વ્યક્તિ વાહનની ખરીદી કરતા હોઈએ છે ત્યારે જે તે વાહનની માલિક અને તેને લગતી માહિતી માટે ગ્રાહક દ્વારા RC બુક તપાસીને પુષ્ટિ કરવામાં આવતી હોઈ છે પરંતુ આણંદમાં સામે આવેલા RC બુક કૌભાંડ બાદ ગ્રાહકો હવે RC બુક જોઈ સુનીચિત થતા પણ ખચકાત અનુભવશે. આણંદ LCB પોલીસને થોડા સમય આગાઉ મળેલ અરજીના આધારે 2 શખ્સોની અટકાયત કરી તેમની પાસે થી પ્રાથમિક 16 જેટલી નકલી RC બુક મળી આવી હતી.
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને અરજી મળી હતી
પકડાયેલા 2 શખ્સો વાહનોની દલાલી અને RTO ના કામ સાથે સંકળાયેલા હતા. આણંદના ઉમરેઠમાં જૂના વાહનોની દલાલી કરતો ગુલામ મોહ્મ્દ ઉર્ફે ગુલો જેના વિરુદ્ધમાં 4 સપ્ટેમ્બરના રોજ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને અરજી મળી હતી. જે બાદ આણંદના ભાલેજ રોડ પરથી ગુલો અને તેની સાથે RC બુક બનાવતો તારીફ અબ્દુલહમીદ જે બનાસખાંઠામાં RTO એજન્ટ તરીકે કામ કરતો હોવાનું ખુલ્યું હતું. બંને શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી 16 જેટલી RC બુક મળી આવી હતી. જેની ચીપના આધારે તપાસ કરતા RC બુક સાથે ચેડા થયા હોવાનું ખુલ્યું હતુ.
તારીફ પાસેથી 2500 અને 3000 રૂપિયાની કિંમતે RC બુક મેળવી હતી
ગુનામાં પકડાયેલા બંને શખ્શોની પુછપરછ દરમિયાન ઉમરેઠના રેહવાસી અને વાહનોની દલાલી કરતા ગુલાએ બનાસખાંઠાના રેહવાસી તારીફ પાસેથી 2500 અને 3000 રૂપિયાની કિંમતે RC બુક મેળવી હતી. જેથી પોલીસે પાલનપુર હાઇવે પાસે આવેલ ગોલ્ડન પ્લાઝા દુકાન નંબર 3માં દરોડા કરી 999 નંગ છાપેલી RC બુક તથા 253 નંગ જેટલી અડથી છાપેલી RC બુક મળી કુલ 1252 નંગ જેટલી મસમોટું RC બુક કૌભાંડ ઝડપી પાડ્યુ હતું. પોલીસે પકડાયેલા બંને શખ્સોના રિમાન્ડ મેદ્દ્વવા તજવીજ હાથ ધરી છે. જેમાં ઘણા મોટા ખુલ્કાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.
નકલી RC BOOK કોને કોને વેચી છે તે દિશા માં તલસ્પર્શી તપાસ હાથ ધરાશે
સમગ્ર RC બુક કૌભાંડનો માસ્ટર માઇન્ડ તારીફ અબ્દુલ હમીદ માંક્ણોજીયા મૂળ બનાસકાંઠાના રજોસણા ગામનો રેહવાસી છે અને ઘણા વર્ષોથી બનાસકાંઠા મેહસાણા અને પાટણ જિલ્લામાં RTO એજન્ટ તરીકે કામ કરતો હતો. જે દરમિયાન એચપી ટ્રાન્સફર અને કેન્સલ માટે આવતી જૂની RC બુકો પોતાના મળતિયાઓ પાસેથી લઈ સાચવી રાખતો હતો અને સાધેલા એજન્ટોની જરૂરિયાત મુજબની માહિતી સાથે એક બે વર્ષ જૂની તારીખો સાથે નકલી RC બુક છાપી આપતો હતો. જે માટે 2500 થી 3000 રૂપિયામાં બજારમાં વેચતો હોવાની પણ માહિતી બહાર આવી છે. પોલીસે બંને દલાલોની અટકાયત કરી આ રાજ્ય વ્યાપી બનાવટી RC બુક કૌભાંડમાં બંને ગથીયાઓએ કેટલી RC બુકો બનાવી છે અને કોને કોને વેચી છે તે દિશામાં તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.