ETV Bharat / state

ચરોતરના કનેવાલ અને પરિએજ તળાવોમાં એક વર્ષમાં સારસની સંખ્યામાં વધારો, સારસ પક્ષી માટે ચરોતર શ્રેષ્ઠ - Khambhat

ખંભાત અને તારાપુરના કનેવાલ અને પરિએજ તળાવ સરસ પક્ષીઓ માટે શ્રેષ્ઠતમ બન્યા છે. જેમાં સારસ પક્ષીની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. જેમાં એક જ વર્ષમાં 86 સારસ પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે.

ચરોતરના કનેવાલ અને પરિએજ તળાવોમાં એક વર્ષમાં સારસની સંખ્યામાં વધારો,  સારસ પક્ષી માટે ચરોતર શ્રેષ્ઠ

author img

By

Published : Jun 25, 2021, 10:45 PM IST

ચરોતરના કનેવાલ અને પરિએજ તળાવોમાં એક વર્ષમાં સારસની સંખ્યામાં વધારો

સારસ પક્ષી માટે ચરોતર શ્રેષ્ઠ

ચરોતરમાં સૌથી વધુ સારસ ખંભાત અને તારાપુર તાલુકામાં જોવા મળે છે

ચરોતર: ખંભાત અને તારાપુરના કનેવાલ અને પરિએજ તળાવ સરસ પક્ષીઓ માટે શ્રેષ્ઠતમ બન્યા છે. એક વર્ષમાં 86 સારસ પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે. 2021ની છઠ્ઠી સારસ ક્રેન ગણતરી 35 ગ્રામીણ સારસ સંરક્ષણ જૂથો, વિદ્યાનગર નેચર ક્લબના 5 સ્વયંસેવકો, વિવિધ શાળાના 5 શિક્ષકો, સામાજીક વનીકરણ વિભાગ નડીયાદ અને UPL પ્રોજેક્ટ ટીમની સક્રિય ભાગીદારી સાથે કરવામાં આવી હતી.

ભારતમાં સારસની વસ્તી 10 હજાર જેટલી છે

સારસની ગણતરીમાં ખેડા અને આણંદ જિલ્લાના 12 તાલુકાના 128 ગામડા આવરી લેવામાં આવ્યા હતા.
ભારતીય સારસ કુંજ વિશ્વનું સૌથી ઊંચા કદનું ઉડતું પક્ષી છે. તે ઊભું રહે ત્યારે તેનું પૂર્ણ કદ 5 ફૂટ 2 ઇંચ હોય છે. તે ભૂખરા રાખોડી રંગનું હોય છે. તેના પગ, માથું, ચાંચ લાલ રંગની હોય છે. ડોક ઉપરનો ભાગ પણ લાલ હોય છે. તે જળ સ્ત્રોતો અને ડાંગરના ખેતરોની આસપાસ હોય છે. તેનો મુખ્ય આહાર ડાંગરનું ધરું, અંકુરો, તીડ જેવી જીવાત હોય છે. તે આજીવન સાથી જીવન જોડી બનાવે છે. સારસ કુંજને બેલડી પણ કહે છે. ભારતમાં સારસની વસ્તી 10 હજાર જેટલી છે.

21જૂને સારસની ગણતરી દરમિયાન 915 સારસ નોંધાયા હતા

21 જૂન, 2021ના રોજ સારસની ગણતરી દરમિયાન 915 સારસ નોંધવામાં આવ્યા હતા. જેમાં 105 બચ્ચા સામેલ છે. ખેડા અને આણંદ જિલ્લામાં 5 સમુહ સ્થાન (Congregation area) રેકૉડૅ કરવામાં આવ્યા હતા.

ગયા વર્ષે 829 સારસ પક્ષીઓ નોંધાય હતા

ગયા વર્ષે 2020માં કુલ 829 સારસ પક્ષી નોંધાયા હતા. આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર અને ખેડા જિલ્લાના માતર પંથકમાં ત્રણ મોટા તળાવ આવેલા છે. તમામ તળાવો સીમ વિસ્તારમાં હોવાથી લોકોની અવરજવર ઓછી રહેતી હોય છે, જેથી સારસ પક્ષીઓ અહીંયા ધામા નાંખે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.