ETV Bharat / state

અહીંના શિવલિંગમાં હજારો છિદ્રો, અવિરત વહે છે જલપ્રવાહ - વૈજનાથ શિવાલય

આણંદઃ આણંદથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા જીટોડિયા ગામમાં વૈજનાથ મહાદેવ મંદિર અતિ પુરાણુ અને અનેક લોકોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કહેવાય છે કે, શિવજી અહીં ગંગાજી સાથે સાક્ષાત બિરાજમાન છે. સામાન્ય રીતે દરેક શિવાલયમાં ભોળાનાથના પ્રતિક સમાન શિવલિંગ હોય છે. પરંતુ વૈજનાથ મહાદેવમાં બિરાજતા શંકરનું શિવલિંગ તેનાથી કંઇક અલગ છે. આ શિવલિંગમાં હજારો છિદ્રો આવેલા છે, જેમાંથી અવિરત જલપ્રવાહ વહ્યા કરે છે.

વૈજનાથ મહાદેવ મંદિર શિવલિંગમાં હજારો છિદ્રો, અવિરત વહે છે જલપ્રવાહ
author img

By

Published : Aug 8, 2019, 11:03 AM IST

ભારત સરકાર દ્વારા 1903માં વૈજનાથ મહાદેવના શિવલિંગમાંથી વહેતા જળ સ્ત્રોતનું કોલેટી ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે, શિવલિંગમાંથી વહેતો જલપ્રવાહ આસપાસના વિસ્તારના જળ કરતા અલગ પ્રકૃતિનું છે. 1993ની આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં રહેતા ભકતોનો આ મંદિર પર વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. કહેવાય છે કે, આ મંદિરની સ્થાપના સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી. જેના દસ્તાવેજી પુરાવા આજે પણ આ મંદિરમાં હ્યાત છે. અહીં આવતાં શ્રદ્ધાળુઓની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

વૈજનાથ મહાદેવ મંદિર શિવલિંગમાં હજારો છિદ્રો, અવિરત વહે છે જલપ્રવાહ

આમ ઐતિહાસિક વારસો ધરાવતું જીટોડિયાના વૈજનાથ મહાદેવ હજારો ભક્તોના દુઃખહર્તા શિવ અને શિવલિંગમાંથી વહેતા જળપ્રવાહને ગંગાજી માની તેને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે. જેનાથી અનેક શ્રદ્ધાળુઓએ પોતાના દુઃખ પણ દૂર કર્યા છે. આ મંદિરના પરચાની સાક્ષી પૂરતા અને કિસ્સાઓ અહીં શિવજીની ઉપસ્થિતિની સાક્ષી પૂરે છે.

Intro:આણંદ શહેર થી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલ જીટોડિયા ગામમાં પુરાણું શિવાલય આજે હજારો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર બન્યું છે કહેવામાં આવે છે કે શિવજી અહીં ગંગાજી સાથે સાક્ષાત્ બિરાજમાન છે.

Body:જીટોડિયા ગામમાં આવેલું વૈજનાથ મહાદેવ અતિ પુરાણુ અને અનેક લોકોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે
સામાન્ય રીતે દરેક શિવાલયોમાં ભગવાન શિવના પ્રતીક સમાન શિવલિંગની સ્થાપના કરેલ હોય છે મોટેભાગે તમામ શિવ મંદિરમાં શિવલિંગ નકુર પથ્થરમાંથી બનાવવામાં આવેલ હોય છે પરંતુ જીટોડીયા નું વૈજનાથ મહાદેવ માં બિરાજતા શંકર ભગવાન નું શિવલિંગ તેનાથી કંઈક અલગ છે આ શિવલિંગમાં હજારો છિદ્રો આવેલા છે જેમાંથી અવિરત જલપ્રવાહ વહ્યા કરે છે ભક્તો દ્વારા આ જળ પ્રવાહના પાણીને સાક્ષાત્ ગંગાજી ના નીર માનવામાં આવે છે 21મી સદીમાં ચોક્કસથી કોઈ વ્યક્તિને આવી પરિસ્થિતિમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તેના નિરાકરણ માટે વર્ષો અગાઉ ભારત સરકાર દ્વારા 1903માં વૈજનાથ મહાદેવના શિવલિંગમાંથી વહેતા જળ સ્ત્રોત નું કોલેટી ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું જેમાં વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે શિવલિંગમાંથી વહેતો જલપ્રવાહ આસપાસના વિસ્તારના જળ કરતા અલગ પ્રકૃતિ નું છે તથા જે રીતે ગંગાના પાણીમાં કોઈ પ્રકારનો બગાડ થતો નથી તે જ પ્રમાણે આ પાણી પણ તેવી જ ગુણવત્તા ધરાવે છે 1993 ની આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં રહેતા ભકતોનો આ મંદિર પર વિશ્વાસ વધુ દ્રડ થવા પામ્યો હતો.

કહેવામાં આવે છે કે આ મંદિર મોજીલો દર સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યો હતો તેના દસ્તાવેજી પુરાવા પણ આજે આ મંદિરમાં મોજુદ છે મોગલકાળ અને વિદેશી આક્રમણોનો દર જ્યારે ભારત દેશ પર ચાલી રહ્યો હતો ત્યારે આણંદ જિલ્લાના આ મંદિરને પણ નુકશાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે ખેલાયેલ સંગ્રામમાં મંદિરની રક્ષામાં વીરગતિ પામેલા ગોસાઈ બાવાજીની ડેરીયો આજે પણ મંદિર પરિષદમાં એક ગૌરવવંતા ઇતિહાસને તાજો કરાવે છે

મંદિરના ઈતિહાસીક વારસા ને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા મંદિરની બાજુમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે આ મંદિરે ભક્તો દૂરદૂરથી દર્શનાર્થે આવે છે તેમને રોકાવા અને જમવા માટેની ભોજનકક્ષ તથા રૂમોની પણ વ્યવસાય ઉભી કરવામાં આવી છે

Conclusion:હાલ ચાલી રહેલા શ્રાવણમાસમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર આ મંદિરને હર હર મહાદેવના નાદથી ગુંજવી મૂકે છે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ભગવાન શિવની સેવા પૂજા માં મગ્ન બની જાય છે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેમાં સમગ્ર ભારત દેશમાંથી આવેલ અને બ્રાહ્મણો લોકો અને મંત્રોચારથી સતયુગમાં થનારી યજ્ઞની ભીતિ કરાવે છે શ્રાવણ મહિનામાં 40 દિવસ સુધી જીટોડીયા નું વૈજનાથ મહાદેવ હર હર મહાદેવ ના નાદથી ગુંજતું રહે છે શ્રાવણ માસ દરમિયાન અનેક ભૂદેવો આ મંદિર પરિષદમાં લાખો મંત્રોચાર અને સ્લોક નું પઠન કરી ને શિવ ભક્તિ કરેછે.

આમ ઐતિહાસિક વારસો ધરાવતું જીતોડિયા નું વૈજનાથ મહાદેવ હજારો ભક્તો ના દુઃખહર્તા ભગવાન શિવ અને શિવલિંગમાંથી વહેતા જળપ્રવાહ ને ગંગાજી માની તેને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી અનેક શ્રદ્ધાળુઓએ પોતાના દુઃખ દૂર કર્યા છે આ મંદિરના પરચા ની સાક્ષી પૂરતા અને કિસ્સાઓ અહીં શિવજીની ઉપસ્થિતિની સાક્ષી પૂરે છે

બાઈટ : તિલકપુરી ગોસ્વામી(મહંત વૈજનાથ મહાદેવ)

બાઈટ : દક્ષાબેન (શ્રદ્ધાળુ)
બાઈટ. : કિરીટભાઈ(શ્રદ્ધાળુ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.