આણંદઃ જિલ્લામાં લોકડાઉન દરમિયાન સરકારી અનાજનું મફત વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજિત 2,53,846 રેશનકાર્ડધારક નાગરિકોને મફતમાં ઘઉં, દાળ,ખાંડ તથા મીઠાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.
![ગરીબોને નથી મળી રહ્યું અનાજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-free-rations-provided-by-government-do-not-reach-the-needy-citizens-exclusieve-7205242_02072020151604_0207f_01533_137.jpg)
ગરીબોને નથી મળી રહ્યું અનાજ...
- રેશનકાર્ડ ધારકોની જાણ થઈ રહ્યાં સહી-સિક્કા
- દસ્તાવેજ હોવા છતાં નથી બની રહ્યું રેશનકાર્ડ
મળતી માહિતી પ્રમાણે, માલતજ ખાતે સરકાર દ્વારા ગરીબો માટે મોકલવામાં આવેલા સરકારી અનાજનો અપૂરતો જથ્થો આવ્યો હોવાના બહાના હેઠળ ગરીબ માણસના હકના અનાજમાં કાપ મુકવામાં આવે છે. તેમજ ગરીબી રેખાથી નીચે જીવતા નાગરિકોને અનાજમાં ફક્ત એક કિલો ચણા આપતા હોવાની અને રેશન કાર્ડમાં ખોટી નોંધણી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
![સરકારી અનાજના વિતરણમાં છબરડા તંત્ર અજાણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-free-rations-provided-by-government-do-not-reach-the-needy-citizens-exclusieve-7205242_02072020151604_0207f_01533_489.jpg)
સોજીત્રા તાલુકાના નાયબ પુરવઠા અધિકારી તુષાર કડિયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા ગરીબોને અનાજ વિતરણ કરવામાં આવે છે. તેમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવશે તો દુકાનના સંચાલકનો પરવાનો રદ કરવામાં આવશે. હવે જોવું રહ્યું ગરીબોના હકનું અનાજ તેમને મળે છે કે કેમ?. તેમજ ગરીબોને હકના અનાજમાં કાપ મુકતા આવા ભ્રષ્ટ દુકાનદારો સામે તંત્ર કેવા પ્રકારના પગલાં ભરે છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં ગરીબો માટે સસ્તા અનાજની સુવિધામાં ફેરફાર કરાયો હતો. તંત્રએ લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ કેટલાંક જિલ્લાઓમાં સરકારના આદેશને માળીયે ચઢાવવામાં આવ્યો છે. એટલે કે, અનાજ ગરીબો સુધી પહોંચાડવામાં આવી રહ્યું નથી. આવા અનેક જિલ્લાઓ છે જ્યાં અધિકારીઓ પોતાની સત્તાનો દૂરપયોગ કરીને ગરીબોનો હક મારી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જેને ધ્યાનમાં રાખી આણંદ વહીવટી તંત્રએ મહત્વના પગલા લીધા છે અને તપાસ હાથ ધરી છે.