પ્રાપ્ત માહિતી અનુસાર મૈત્રીક આશિષ પટેલ તથા અન્ય મિત્ર શશાંક રાજેશભાઈ ભાટીયા બંને મિત્રો સિ પી કોલેજ પાસે આવેલ બાપુ ટી સ્ટોલ તથા તેની બાજુમાં આવેલું વડાપાવની લારી જે પંકજ ખુમાજી તેમજ તેના નાના ભાઈ નીલેશની છે. ત્યાં પોતાના એક્ટીવા પર પહોંચ્યા હતા જ્યારે બંને ત્યાં પહોંચ્યા ત્યારે વડાપાવની લારી પર નિલેશ પ્રજાપતિ અને તેના પિતા ખુમાનજી હાજર હતા.
નિલેશ વડાપાઉં બનાવતો હતો, એ વખતે શશાંક દ્વારા એક દિવસ અગાઉ બનેલા બનાવ અંગે પૂછતા નિલેશ ઉશ્કેરાઈ જતા વડાપાવની છરીથી શશાંક ભાટીયાની છાતીના ભાગે બે-ત્રણ વાર ઘા ઝીકી દીધા હતા. જેથી મિત્ર મૈત્રીક દ્વારા વચ્ચે પડતાં નિલેશ અને તેના પિતા દ્વારા મૈત્રીક પર પણ હુમલો કરાયો હતો, ત્યારે અન્ય બે લોકો પણ લોકોનો સાથ આપવા માટે પહોંચ્યા હતા, મૈત્રીકને પણ છાતીના ભાગે બે છરીના ઘા માર્યા હતા, તેમજ જમણા પગના સાથણ અને સાથળના પાછળના ભાગે પણ ઈજાઓ પહોંચાડી હતી.