- જિલ્લામાં રોજના 1500 થી વધુ RTPCR ટેસ્ટના સ્વેબ અમદાવાદ મોકલવામાં આવે છે
- RTPCR ટેસ્ટિંગ માટે આણંદ અમદાવાદના ભરોસે
- આગામી સમયમાં જિલ્લામાં જ થશે RTPCR સેમ્પલ ના ટેસ્ટ: જિલ્લા કલેક્ટર
આણંદ: જિલ્લામાં કોરોના દર્દીઓ માટે થતા RTPCR ટેસ્ટિંગ જિલ્લામાંથી રોજ 1500થી 1700 સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવે છે. ખાનગી અને સરકારી કેન્દ્રો પરથી દરરોજ આ પ્રકારના RTPCR ટેસ્ટ કરવા સ્વેબના સેમ્પલને અમદાવાદ મોકલવમાં આવતા હોય છે. જેના રિપોર્ટ આવતા 24થી 72 કલાક જેટલો સમય લાગી જતો હોય છે. આ માટે દર્દીઓએ રિપોર્ટ આવવા સુધી રાહ જોવી પડતી હોય છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાંથી આવતા RTPCR રિપોર્ટ વગરના વાહન ચાલકોને રાજ્યમાં નો એન્ટ્રી
સરકારી યાદી પ્રમાણે 550થી વધુ લોકો કોરોના પોઝિટિવ
આણંદ જિલ્લામાં કોરોના દિન પ્રતિદિન માથું ઉચકતો નજરે પડી રહ્યો છે. જિલ્લામાં એપ્રિલ મહિનામાં જ સરકારી યાદી પ્રમાણે 550થી વધુ લોકો કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે. ત્યારે, તંત્ર દ્વારા જિલ્લામાં 50થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 4થી વધુ અર્બન હેલ્થ સેન્ટર અને જિલ્લામાં આવેલ પેટલાદ અને આણંદ સિવિલ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટિંગ સેમ્પલ એકત્ર કરી અમદાવાદ મોકલવામાં આવેે છે. જેમાં, દૈનિક 700 જેટલા લોકોના સરકારી સુવિધામાં અમદાવાદ સોલા સિવિલ ખાતે ટેસ્ટિંગ કરવામાં આવે છે.
આ પણ વાંચો: એન્ટીજન અને RT-PCR ટેસ્ટમાં પણ ન પકડાતો નવો કોરોના સ્ટ્રેન
ETV ભારતની જિલ્લા કલેક્ટર સાથે વાતચીત
સમગ્ર પરિસ્થિતિ અંગે ETV ભારતએ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં, કલેકટર દ્વારા આગામી થોડા દિવસોમાં જિલ્લા કક્ષાએ RTPCR ટેસ્ટિંગ લેબોરેટરી સરકારી સિવિલ હોસ્પિટલમાં શરૂ થઈ જશેની માહિતી આપી હતી. સાથે જ, તેનાથી દર્દીઓને સેમ્પલ આપ્યા બાદ રિપોર્ટ મેળવવા માટે કરવી પડતી પ્રતીક્ષામાં પણ ઘટાડો થશે. આ સાથે, આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત ભવન બહાર એક RTPCR સેમ્પલ કલેક્શન સેન્ટર બનાવવા વિશે પણ તંત્ર આયોજન કરતું હોવાની કલેક્ટરે જાણકારી આપી હતી.
બાઈટ : આર.જી.ગોહેલ (કલેકટર આણંદ)