આણંદઃ અમુલ ડેરીના એમડી તરીકે રહેલા આર.એસ.સોઢીને (R S Sodhi Amul Resignation) એમડી પદેથી વિદાય આપી દેવામાં આવી છે. એમના સ્થાને હવે જયેન મહેતાને જવાબદારી સોંપવામાં આવી છે. જયેન મહેતા કંપનીના નવા મેનેજિંગ ડાયરેક્ટર (New MD Amul Jayen Mehta) તરીકે આવ્યા છે. છેલ્લા ચાર દાયકાથી સોઢી અમુલમાં સર્વિસ કરી રહ્યા હતા. એમ.ડી. પદને યુદ્ધના ધોરણે છોડી દેવામાં માટે આદેશ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ પ્રવાસી ભારતીય દિવસ 2023: કેમ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ અને તેનું મહત્વ
અનેક ચર્ચાઃ મળેલા આદેશના પગલે સોઢીએ રાજીનામું આપી દેતા અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. જયેન મહેતા GCMMF ના સીઓઓ તરીકે કાર્ય કરી રહ્યાં હતા. જયેન પણ છેલ્લા 31 વર્ષથી અમુલ સાથે જોડાયેલા છે. તેમણે કંપનીમાં જુદા જુદા સ્થાનેથી સેવા આપી હતી. જીસીએમએમએફએ 16 દૂધ સંઘોનો બનેલી સૌથી મોટી ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટીંગ સંસ્થા માનવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્યના 36 લાખથી વધારે ખેડૂતો તથા પશુપાલકો પોતાના ઉત્પાદન આપી રહ્યા છે. જોકે, એકાએક રાજીનામું લઈ લેવાતા અનેક પ્રકારની સહકારી ક્ષેત્રે કોઈ મોટી નવા જૂની થવાની હોય એવા એંધાણ દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ફાયર સેફ્ટી અભાવ મુદ્દે અરજદારને પુરાવા રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ
શું કહ્યું સોઢીએઃ મીડિયા સાથેની વાતચીતમાં સોઢીએ જણાવ્યું હતું કે, 12 વર્ષથી આ પદે રહ્યો હતો. બે વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું. જૂન 2010માં જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે કંપનીનું ટર્નઓવર 8000 કરોડ હતું. હાલમાં એ 61000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઈસ ચેરમેને એક પત્ર લખી ચેરમેન આર.એસ. સોઢીને આ અંગે જાણ કરી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જયેન અમુલ કંપનીમાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2018માં આણંદના ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જયેન સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. અભ્યાસ ક્ષેત્રે એમને ગોલ્ડ મેડલ મળ્યો છે.
આ પણ વાંચોઃ NRI વિદેશની ધરતી પર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર - PM મોદી
કારણ અકબંધઃ સોઢીએ શા માટે રાજીનામું આપ્યું એ અંગેનું કારણ હજું તેમણે સ્પષ્ટ કર્યું નથી. ગત વર્ષે આર.એસ.સોઢીને બિઝનેસ લીડર ઓફ ધ યરનો અવોર્ડ પ્રાપ્ત થયો હતો. તાજેતરમાં જ તેઓ આઈડીએના પ્રમુખ પદે પણ ચૂંટાયા હતા. ડેરી ઉદ્યોગમાં આઈડીએને સર્વોચ્ચ સંસ્થા માનવામાં આવે છે. 12 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યા બાદ એકાએક પદ છોડી દેતા કંપનીમાં પણ અનેક પ્રશ્નો ચર્ચામાં છે.