ETV Bharat / state

આણંદમાં આવેલા રિલાયન્સ મોલના કર્મચારીઓ કોરોના સંક્રમિત, મોલ કરાયો બંધ - આણંદના સમાચાર

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેને લઇ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વધુ અવરજવર ધરાવતા વિસ્તારમાં રેપિડ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં આણંદમાં આવેલા રિલાયન્સ સ્માર્ટ મોલમાં રેપિડ ટેસ્ટિંગ હાથ ધરાતા ચોંકાવનારા પરિણામ બહાર આવ્યા હતા.

રિલાયન્સ મોલના કર્મચારીઓ કોરોના સંક્રમિત

author img

By

Published : Aug 26, 2020, 4:05 PM IST

આણંદ : જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આણંદ દાંડી માર્ગ પર આવેલા રિલાયન્સ માર્ટ મોલના કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધરાતા 12 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો.

રિલાયન્સ મોલના કર્મચારીઓ કોરોના સંક્રમિત
રિલાયન્સ મોલના કર્મચારીઓ કોરોના સંક્રમિત
સ્ટાફમાં 12 જેટલા કર્મચારીઓ સંક્રમિત મળી આવ્યા હતા. તે લોકોને આણંદની સમરથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ સાથે જ મોલને તાત્કાલીક ગ્રાહકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે, છેલ્લા 10 દિવસની અંદર જે કોઈ નાગરિકોએ આણંદના રિલાયન્સ મોલમાં ખરીદી માટે કે અન્ય કોઈ કારણોસર મુલાકાત લીધી હોય તે તમામ નાગરિકોએ જાગૃતિ દાખવી સેલ્ફ ક્વોરેન્ટાઇન થવુ જોઇએ. તો સાથે જ જો કોઇ લક્ષણ જણાઈ આવે તો જરૂરી તકેદારી રાખી કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ, હાલ તંત્ર દ્વારા મોલને ખરીદી માટે બંધ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.