આણંદ : રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના મહામારીનું સંક્રમણ વધતું નજરે પડી (Covid cases hike in Gujarat) રહ્યું છે. પ્રજામાં વધતા જતા કોવિડ 19ના ઇન્ફેક્શનને જોતા ત્રીજી લહેર આવવાના એંધાણ પ્રજાને ઝકઝોરી મુક્તા હોય તેમ પ્રજા ચિંતાતુર બનતી નજરે પડી રહી છે. ત્યારે રાજ્યમાં 25 વર્ષથી સત્તા પર રહેનાર રાજકીય પક્ષના રાજ્ય અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પણ 29 ડિસેમ્બરના એક આણંદ નગરપાલિકાના કાર્યક્રમમાં ત્રીજી લહેર માટે તૈયાર રહેવાના સંકેત આપતા જાગૃત બનાવ માટે (Anand Covid-19 Update 2021) અપીલ કરી હતી.
આણંદમાં સંક્રમણનો દર વધુ
આણંદ જિલ્લામાં છેલ્લાં ઘણા દિવસોથી કોરોના સંક્રમણ દિવસે દિવસે વધતું (Covid cases hike in Gujarat)જોવા મળી રહ્યું છે. જિલ્લામાં એક અઠવાડિયામાં જ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 60 (Anand Covid-19 Update 2021) પહોંચી ગયો છે. જે રાજ્યમાં આવેલા મહાનગરોને બાદ કરતાં સૌથી વધારે છે.
આ પણ વાંચોઃ C R Patil In Anand 2021 : ગુજરાતમાં Covid-19 Third Wave નો સંકેત આપી ધૂળ ખંખેરી તૈયાર રહેવા કહ્યું
નવા બસમથકે શું જોવા મળ્યું
મહત્વનું છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સબસલામતનો દાવો કરવામાં આવે છે ત્યારે ETV Bharat દ્વારા આણંદ શહેરના નવા બસ મથક ખાતે રિયાલિટી (Reality Check for Covid Guideline ) ચેક કરવામાં આવ્યું હતું. અહીંં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ બસ વિભાગના કર્મચારીઓ મુસાફરો વગેરે દ્વારા મહદઅંશે સરકાર દ્વારા આપવામાં આવેલ કોરોનાના નિયમો અને ગાઈડલાઈનને નેવે મૂકીને કોરોનાને ખુલ્લું આમંત્રણ (Anand Covid-19 Update 2021) આપતા હોવાનું જોવા મળ્યું હતું, સરકાર દ્વારા શહેરમાં આવતા જતા મુસાફરોના કોવિડ ટેસ્ટ અને ટ્રાવેલ હિસ્ટ્રી પર ધ્યાન રાખવા આપેલ તંત્રને સtચનાઓનું પાલન પણ થતું ન હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ Sharad Pawar visits Anand : NCPના અધ્યક્ષ શરદ પવાર બન્યા આણંદના મહેમાન લગ્ન પ્રસંગમાં આપી હાજરી
કોવિડની ત્રીજી લહેરની રોકથામ માટે આ જરુરી છે
એક તરફ વધતા જતા કોરોનાના કેસને લઈ (Covid cases hike in Gujarat) રાજ્ય સરકાર ચિંતિત બની છે અને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે મહાનગરની સરખામણીએ આણંદ જિલ્લામાં સંક્રમણ કૂદકેને ભૂસકે વધતું જોવા મળી (Reality Check for Covid Guideline ) રહ્યું છે. રિયાલિટી ચેકમાં ભયજનક દ્રશ્યો સામે આવ્યા હતાં. જેમાં તંત્રએ લોકોને જાગૃત કરવા અને નિયમોના પાલન માટે ચુસ્ત અમલવારી કરાવવી આવશ્યક બની રહે છે. જો એમ નહીં થાય તો ચર્ચાઈ રહેલી કોરોનાની ત્રીજી લહેર કેટલી ઘાતક થશે તે પ્રજા અને તંત્ર બંનેએ કોવિડની બીજી લહેરમાં ખૂબ નજીકથી અનુભવી લીધું છે. આ તમામ વચ્ચે સતર્ક રહેવા અને નિયમોના પાલન માત્રથી જીવલેણ કોરોનાના સંક્રમણથી (Anand Covid-19 Update 2021) બચી શકાશે તે અંગે જાગૃત થવાની આણંદ જિલ્લામાં જરૂર જણાઇ રહી છે.