ETV Bharat / state

ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં ઓફલાઇન પરીક્ષા સામે આણંદના વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા - ઓફલાઈન પરીક્ષા

દેશમાં કોરોના મહામારી દિન-પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે. દેશમાં શૈક્ષણિક સત્ર ઓનલાઇન પદ્ધતિથી ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં જ એસપી યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પરીક્ષાઓને પરીક્ષાના એક દિવસ પહેલાં જ વિદ્યાર્થી હિતને ધ્યાને રાખી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી ઓફલાઈન પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે એક ચિંતાનો વિષય બની રહી છે.

Annad
Annad
author img

By

Published : Dec 2, 2020, 11:35 AM IST

  • જેટીયુ એ જાહેર કરેલી ઓફલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ
  • વિદ્યાર્થીઓમાં ઓનલાઈન પરીક્ષા લેવા કર્યો અનુરોધ
  • પરીક્ષા માટે સેન્ટર સિલેક્શનનો વિકલ્પ વિદ્યાર્થીઓ માટે રાહત

    વિદ્યાનગરઃ દેશમાં કોરોના મહામારી દિન-પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે. દેશમાં શૈક્ષણિક સત્ર ઓનલાઇન પદ્ધતિથી ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં જ એસપી યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પરીક્ષાઓને પરીક્ષાના એક દિવસ પહેલાં જ વિદ્યાર્થી હિતને ધ્યાને રાખી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી ઓફલાઈન પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે એક ચિંતાનો વિષય બની રહી છે.
    ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં ઓફલાઇન પરીક્ષા સામે આણંદના વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા

    વિદ્યાર્થીઓ સાથે વાતચીત વિદ્યાનગરમાં ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે Etv ભારતે વિશેષ ચર્ચા કરી હતી. જેમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાઓના આયોજનને લઇને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ એક તરફ શૈક્ષણિક સત્ર બંધ પડેલું હોવાના કારણે આવનાર સમયમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દીને લઇ ચિંતિત જણાયો હતો, તો સાથે જ ઓફલાઈન આયોજન થતી પરીક્ષાઓમાં કોરોના સંક્રમણની પણ ભીતિ વિદ્યાર્થીઓના મનમાં ક્યાંક અટકી રહી હોય તેમ દેખાયું હતું.
    સરકારને ઓનલાઇન પરીક્ષા લેવા માટે અપીલ
    આણંદમાં જીટીયુના વિદ્યાર્થીઓએ સરકારને ઓનલાઇન પરીક્ષા લેવા માટે અપીલ કરી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, જે પ્રમાણે ફાઇનલ સેમિસ્ટરના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા અગાવ સફળતાપૂર્વક આયોજન સાથે પૂર્ણ કરવામાં આવી હતી. તે જ પ્રમાણે આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવેલી પરીક્ષાઓ પણ ઓનલાઈન કરવામાં આવે અને કોરોના સંક્રમણ થકી વિદ્યાર્થી સામેનું જોખમ ઘટાડવા માટે વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા માટે અપીલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.