ETV Bharat / state

દુષ્કર્મ કેસઃ સગીરાની જિંદગી બગાડનાર આરોપીને 20 વર્ષની જેલની સજા - આણંદમાં દુષ્કર્મ

આણંદના કીંખલોડ ગામની રવિપુરા સીમમાં રહેતી સગીરાને 2 વર્ષ પહેલા લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. અલગ-અલગ જગ્યાએ લઈ જઈને તેણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીને (Rape In Anand) આણંદની એડીશ્નલ સેશન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતા (Accused sentenced to 20 years imprisonment) ચકચાર મચી જવા પામી છે.

Rape In Anand : સગીરાને ભગાડી જઈને દુષ્કર્મ ગુજારનાર શખ્સને 20 વર્ષની કેદની સજા ફટકારી

author img

By

Published : Oct 9, 2022, 2:51 PM IST

આણંદ : કીંખલોડની રવિપુરા સીમમાં રહેતો અને મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતો જીગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે સંજય ભાઈલાલ ઠાકોર ગત 15-2-20ના રોજ નજીકમાં જ રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડીને લઈ ગયો હતો. કીંખલોડથી તે ધાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે રહેતા ઘનશ્યામ ચમન લકુમની વાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણીને રાખીને અવાર-નવાર દુષ્કર્મ (Rape In Anand) ગુજાર્યું હતુ. ત્યારબાદ ત્યાંથી તેણીને કંકાવટી ગામે રહેતા દયારામ મકના કણઝરીયાની વાડીમાં રાખીને અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને જીગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે સંજયની 7-6-21ના રોજ ધરપકડ કરીને તપાસ પુર્ણ કર્યા બાદ ચાર્જશીટ રજુ કરી હતી.

સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો : આ કેસ આણંદના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત સરકારી વકીલ એ. કે. પંડ્યાએ દલિલો કરતા જણાવ્યું હતુ કે, સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી લઈ જઈ અલગ-અલગ જગ્યાએ રાખીને તેણી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. જે ભોગ બનનારની જુબાની તેમજ રજુ કરેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી નિવારણ થયું છે. જેથી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા માટે તેઓએ અપીલ કરી હતી. પોતાના કેસના સમર્થનમાં તેમણે 12 સાક્ષીઓ તપાસ્યા હતા અને 24 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા.

આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી : જજ તેજશ આર. દેસાઈએ બન્ને પક્ષોની દલિલો સાંભળીને તેમજ દસ્તાવેજી પુરાવાઓનું અધ્યયન કર્યા બાદ આરોપી જીગ્નેશ ઉર્ફે જીગાને તકશીરવાર ઠેરવીને 20 વર્ષની સખ્ત કેદની સજા (Accused sentenced to 20 years imprisonment) અને 8 હજાર રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે સાથે ભોગ બનનાર સગીરાને વળતર પેટે 4 લાખ ચુકવવા પણ પોતાના ચુકાદામાં નિર્દેશ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.