ETV Bharat / state

આણંદમાં બેલેટ કંટ્રોલ યુનિટ-VVPATની રાજકીય પક્ષોની હાજરીમાં રેન્ડમ ફાળવણી - રાજકીય પક્ષ

આણંદ ખાતે યોજાનાર વિધાનસભાની (Gujarat assembly election 2022) ચૂંટણીના મતદાન પ્રક્રિયાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં બીજા તબક્કા દરમિયાન મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે જિલ્લાની સાતેય વિધાનસભામાં બેલેટ-કંટ્રોલ યુનિટ (Ballot-Control Unit) અને VVPATની વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રેન્ડમ ફાળવણી કરવામાં આવી હતી

આણંદમાં બેલેટ કંટ્રોલ યુનિટ-VVPATની રાજકીય પક્ષોની હાજરીમાં રેન્ડમ ફાળવણી
random-allotment-in-anand-in-presence-of-representatives-of-political-parties-of-ballot-control-unit-and-vvpat
author img

By

Published : Nov 5, 2022, 10:25 PM IST

આણંદ: ગુજરાત રાજ્યની યોજાનારી આવનારી વિધાનસભાની ચૂંટણીની તારીખ થઇ ચુકી છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે આણંદ જિલ્લાની સાતેય વિધાનસભામાં બેલેટ-કંટ્રોલ યુનિટ (Ballot-Control Unit) અને VVPATની વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રેન્ડમ ફાળવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં બીજા તબક્કા દરમિયાન મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

random-allotment-in-anand-in-presence-of-representatives-of-political-parties-of-ballot-control-unit-and-vvpat

હંગામી કચેરીઓ શરૂ: ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં (Free, fair elections) યોજાય તે માટે જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે. બીજી તરફ વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 (Gujarat assembly election 2022) અંતર્ગત આણંદ જિલ્લામાં બીજા તબક્કામાં તા.5 ડિસેમ્બર 2022ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, (Election commission of india) નવી દિલ્હીના પરીપત્ર અનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો દ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે છે.

બેલેટ કંટ્રોલ યુનિટ-VVPATની રેન્ડમ ફાળવણી: બેલેટ-કંટ્રોલ યુનિટ અને VVPATની ફાળવણી કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અત્રેથી કોમ્પ્યુટરાઈઝ પધ્ધતિથી ફાળવણી કરવામાં આવ્યા બાદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકોમાં બેલેટ-કંટ્રોલ યુનિટની સાથે વીવીપેટની ફાળવણી કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોની આખરી યાદી આવ્યા બાદ ઓર્બ્ઝવર અને ઉમેદવારોની હાજરીમાં જે તે વિધાનસભા બેઠકમાં બીજીવાર કોમ્પ્યુટરાઈઝ પધ્ધતિથી રેન્ડમ ફાળવણી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આણંદ જિલ્લાની જે સાત વિધાનસભા બેઠકોમાં બેલેટ-કંટ્રોલ યુનિટ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી તેમાં 2368 બેલેટ-કંટ્રોલ યુનિટ અને 2631 VVPAT નો સમાવેશ થાય છે.

ચૂંટણી પારદર્શી રહે તેવા પ્રયાસ: આ વખતે ચૂંટણી વધારે પારદર્શી અને નિષ્પક્ષ થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ અનેક પ્રયાસો કર્યા છે. તેના જ ભાગરૂપે બેલેટ-કંટ્રોલ યુનિટ અને વીવીપેટની રાજકીય પક્ષની હાજરીમાં રેન્ડમ ફાળવણી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.