ETV Bharat / state

બોરસદની સબજેલમાંથી કેદી ફરાર, પોલીસે કેદીને પકડવા ચક્રો કર્યા ગતિમાન - બોરસદની સબજેલ

આણંદ: આંકલાવ તાલુકાના નાનાપુરા ગામમાં રહેતો જય સોલંકી સગીરાના અપહરણના મામલે બોરસદની જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ આરોપી ફરજ પરના ગાર્ડને ચકમો આપીને ફરાર થયો હતો. જે અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

etv bharat anand
author img

By

Published : Sep 18, 2019, 9:07 AM IST

આંકલાવ તાલુકાના નારપુરા ગામના ઘડિયા ભાગમાં રહેતો જયેશ ભરતભાઈ સોલંકી સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે આંકલાવ પોલીસે તેની ધરપકડ કરી બોરસદની સબજેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરજ પરના ગાર્ડને ચકમો આપીને ફરાર થયો હતો. આ ઘટનાની જાણ બોરસદ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો સબજેલમાં ધસી આવ્યો હતો અને ઘનશ્યામભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા જયેશને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બોરસદની સબજેલમાંથી 6 દિવસમાં જ કેદી ફરાર

બોરસદ સબ જેલમાંથી કેદીઓ અવાર-નવાર ફરાર થઇ જતા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી. આ અગાઉ વર્ષ 2004માં રાત્રિના સુમારે બે પોલીસ જવાનો ઉપર હુમલો કરી સબ જેલ તોડીને 10 કેદીઓ ફરાર થયા હતા. જેમાંથી પોલીસે 6 કેદીને ઝડપી પાડ્યા છે. પરંતુ ચાર કેદી હજુ સુધી પકડાયા નથી. આ ઘટનાને લઇ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જે ઘટનાની ગંભીરતા જોતા જે તે સમયના તત્કાલીન ગૃહરાજ્યપ્રધાન અમિત શાહ બોરસદની જેલ ખાતે દોડી આવ્યા હતા. બોરસદમાં અવારનવાર કેદી ફરાર થઇ જવાની ઘટના કારણે ક્યાંકને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી અને નિષ્કાળજી દાખવવામાં આવતી હોવાની વાત લોકમુખે ચર્ચાઇ રહી છે.

Intro:આંકલાવ તાલુકાના નાનાપુરા ગામનો સગીરાના અપહરણ અને પોસકો નો આરોપી જય સોલંકી ગઈકાલે1P સવારના સુમારે બોરસદની સબજેલમાંથી ફરજ પરના ગાર્ડને ચકમો આપીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Body:પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવ તાલુકાના નારપુરા ગામના ઘડિયા ભાગમાં રહેતો જયેશ ભરતભાઈ સોલંકી સગીરાને ભગાડી ગયો હતો જે અંગે આંકલાવ પોલીસે તેની ધરપકડ કરી ૧૧મી તારીખ ના રોજ બોરસદની સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો 16 તારીખે સવારના સાત વાગ્યાની આસપાસ કેદીઓની રિસેસ હોય તમામ કેદીઓને બેરેક માંથી બહાર કાઢવામાં આવ્યા હતા જે દરમિયાન જેલ ગાર્ડ તેના એસાનમિયા સાથી પોલીસ જવાનો માટે બાઇક લઈને ચા લેવા માટે ગયા હતા. આઠ વાગ્યાના સુમારે રીસેસ પૂરી થતા તમામ કેદીઓ બેરેકમાં પરત ફર્યા હતા દરમિયાન ચા લઇને આવેલા એસાનમિયા એ બાઇક નો હોન મારતા જયેશભાઈ સોલંકી સબજેલના દરવાજેથી જોતા હોય તેમણે ગાર્ડ ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ નો જમાદાર છે તેમ કહેતા તેમણે ચાવી આપી દરવાજો ખોલવા નું કહ્યું હતું જયેશ સોલંકી દરવાજો ખોલતા જ જમાદાર બાઈક લઈને અંદર પ્રવેશ્યા એ સાથે જ ખુલ્લા દરવાજામાંથી જયેશ સોલંકી ફરાર થઈ ગયો હતો ફરજ પરના પોલીસ જવાનોએ તેની પાછળ પીછો કરી પકડવા કોશિશ કરી હતી પરંતુ એક આઈસર ટેમ્પો વચ્ચે આવી જતા જયેશ ફરાર થવામાં સફળ નીકળ્યો હતો. ઘટનાની જાણ બોરસદ પોલીસ ને કરવામાં આવતા પોલીસનો કાફલો સબજેલમાં ધસી આવ્યો હતો. અને ઘનશ્યામભાઈ ની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા જયેશ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ફરાર આરોપી જયેશ સોલંકી બીજી વખત સગીરાને ભગાડી જવાના પ્રયાસમાં પકડાયો હતો અગાઉ પણ પ્રેમસંબંધમાં ભાન ભૂલી બેસેલ જયેસ સોલંકી હાલ બીજી વખત સગીરા ને ભગાડી ગયો હતો. અગાવ ના કિસ્સા માં તે ત્રણેક માસ પહેલા સગીરાને ભગાડી ગયો હતો પરંતુ ત્યારે તેની ઉંમર ૧૮ વર્ષથી નાની હોય કોર્ટે તેને ચેતવણી આપી છોડી મુક્યો હતો. જોકે કોર્ટની અવગણના કરીને તે ફરી એકવાર સગીરાને ભગાડી ગયો હતો જેથી આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરતા કોર્ટે તેને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો જ્યાંથી જયેશ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ નીકળ્યો છે ઉલ્લેખનીય છે કે ફક્ત છ દિવસના ટૂંકાગાળામાં જયેશ સબ જેલમાંથી ફરાર થઈ જતાં આસપાસના વિસ્તારમાં પોલીસ અને અધિકારીઓ ની કામગીરી બાબતે ભારે ચકચાર મચી જવા પામી હતી.

Conclusion:ઉલ્લેખનીય છે કે બોરસદ સબજેલમાંથી કેદીઓ અવાર-નવાર ફરાર થઇ જતા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી વર્ષ 2004માં રાત્રિના સુમારે બે પોલીસ જવાનો ઉપર હુમલો કરી સબ જેલ તોડીને ૧૦ કેદીઓ ફરાર થઈ ગયા હતા જેમાંથી પોલીસ દ્વારા છ ને ઝડપી પાડવામાં આવ્યા છે પરંતુ ચાર કેદી હજુ સુધી પકડાયા નથી. આ ઘટનાને લઇ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી હતી જે ઘાટના ની ગંભીરતા જોતા જે તે સમયના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમિત શાહ બોરસદ ની જેલ ખાતે દોડી આવ્યા હતા.

વર્ષ 2018માં ચેક રિટર્ન કેસમાં સજા પામેલો કાચા કામનો કેદી મથુર ઠાકોર રહેવાસી રૂપિયા પુરા પેટલાદ જમાદારને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો.

તારીખ 20 8 2018 ના રોજ બેરેક નંબર 3 અને 4 માં રાખવામાં આવેલ ચોરીના ગુનામાં આરોપી અરવિંદ તંબોળિયા રહેવાસી ભાણપુર દાહોદ તેમજ બળાત્કારના ગુનામાં પકડાયેલ ઇમરાન સાહ સિકંદર સા દિવાન સાંજના પાંચ વાગ્યાના સુમારે નાહવાનું કહી બેરેક માંથી બહાર નીકળી જેલના પાછળના ભાગની વીસ ફૂટ ઉંચી દીવાલ કુદી ફરાર થઇ ગયા હતા. આમ બોરસદમાં અવારનવાર કેદી ફરાર થઇ જવાની ઘટના કારણે ક્યાંકને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી અને નિષ્કાળજી દાખવવામાં આવતી હોવાની વાત લોકમુખે ચર્ચાઇ રહી છે.....

બાઈટ:પ્રકાશ ભાઈ (ઝેલર સબ ઝેલ બોરસદ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.