- ચૂંટણીપંચના જાહેરનામાને ગણતરીના દિવસો બાકી
- ખંભાતમાં ત્રિપાંખિયા જંગના એંધાણ
- આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીને લઇ રાજકીય પક્ષોએ કસરત આરંભી
આણંદ : ખંભાત શહેરને ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લાં 25 વર્ષથી ખંભાતમાં નગરપાલિકામા પ્રમુખપદે અને વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય પદે ભાજપે જ સુકાન સંભાળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આખરી ઓપ આપવા ચૂંટણીપંચે કમર કસી છે. ગણતરીના દિવસોમા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાની સંભાવના છે. મહાનગરપાલિકા નગરપાલિકાની એક તબક્કે અને જિલ્લા પંચાયત પંચાયતોની બીજા તબક્કામાં ચૂંટણી યોજાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીને લઇ રાજકીય પક્ષોએ કસરત આરંભી દીધી છે. ખંભાત પાલિકામાં આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આપ પાર્ટી મેદાને ઉતરે તેવી શક્યતા પ્રબળ બનતા ત્રિપાંખિયો જંગ ખેલાઈ તો નવાઈ નહીં.
ખંભાતમાં ચૂંટણીઓને લઇ ભાજપ કોંગ્રેસ તથા આપ સક્રિય
રાજ્યની ભાજપ સરકાર માટે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાઈ રહેલ મહાનગરપાલિકા પાલિકા પંચાયતોની ચૂંટણી એટલે મીની વિધાનસભા સમાન બની રહેતા ભાજપ આ ચૂંટણીમાં કેવું પ્રદર્શન કરે છે. તેના ઉપર રાજ્યની સ્થિતિનો ચિતાર સ્પષ્ટ થશે. જોકે, ભાજપાનો ગઢ ગણાતા ખંભાતમાં આ વર્ષે પણ ભાજપ સારો દેખાવ કરશે તો આગામી વિધાનસભાની ચૂંટણી સુધી તેને સત્તા સ્થાપવા માટે કોઈ આંચ આવે તેવી શક્યતા નથી. પણ એટલું નિશ્ચિત બનેલ છે કે, રાજ્યમાં કોંગ્રેસની નબળી કામગીરી અને પ્રચંડ વિરોધ પક્ષ તરીકે આવ્યા બાદ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ જતાં કોંગ્રેસનો પ્રભાવ મતદારો પર ઘટી રહ્યો છે. જોકે, ખંભાતમાં આ વર્ષે કોંગ્રેસે પણ સત્તા સ્થાપવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ઠેર-ઠેર પ્રચાર પ્રસારની કામગીરી પણ આરંભી દીધી છે. આપ દ્વારા પણ ચૂંટણીલક્ષી કાર્યો વેગવંતા બન્યા હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
આ વર્ષે કોંગ્રેસે પણ સત્તા સ્થાપવા માટે એડીચોટીનું જોર લગાવ્યું
એટલું નિશ્ચિત બનેલ છે કે, રાજ્યમાં કોંગ્રેસની નબળી કામગીરી અને પ્રચંડ વિરોધ પક્ષ તરીકે આવ્યા બાદ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ જતાં કોંગ્રેસનો પ્રભાવ મતદારો પર ઘટી રહ્યો છે. જોકે, ખંભાતમાં આ વર્ષે કોંગ્રેસે પણ સત્તા સ્થાપવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ઠેર-ઠેર પ્રચાર પ્રસારની કામગીરી પણ આરંભી દીધી છે. જ્યારે બીજી તરફ ખંભાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડત ન સર્જાય તે હેતુસર આમ આદમી પાર્ટી એ પણ ઝંપલાવી મતદારોને ત્રીજો વિકલ્પ પૂરો પાડશે તેમાં કોઈ નવાઈની વાત નથી.
રાજકીય પક્ષો પ્રતીક્ષા કરી રહ્યા છે ચૂંટણીની વિધિવત જાહેરાતની
ખંભાત પાલિકામાં ભાજપ કેસરિયાનું એક ચક્રી શાસન ચાલી રહ્યું છે. ત્યારે આ એકચક્રી શાસન આગળ વધારવા અને પક્ષની ખરડાયેલ છાપને સુધારવા વર્તમાન મ્યુનિસિપલ સભ્યોમાંથી મોટાભાગના સભ્યોની ટિકિટ અને નવા યુવા ચહેરાઓને તક આપી સત્તાનું સિંહાસન જાળવી રાખવા ભાજપે કમર કસી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, ભાજપને સત્તાથી દૂર રાખવા ન થાય અને ભાજપને સત્તાથી વિમુખ રાખવાના ધ્યેયને પ્રાપ્ત કરવા શું રણનીતિ અખત્યાર કરે છે તે મહત્વનું પાસું બની રહેશે. હાલ તો રાજકીય પક્ષો ચૂંટણીની વિધિવત જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે 2021 થી પાલિકાની ચૂંટણી ખંભાતના મતદારોની સમજશક્તિ અને પોતે ભોગવેલ સુવિધા મુશ્કેલીઓને નજરમાં રાખી કેવો નિર્ણય કરે છે તે જોવું રહ્યું. મતદારોની પણ આમાં અગ્નિપરીક્ષા થશે તે નિશ્ચિત છે.