આણંદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની (Police Sub Inspector Transfer in Anand) આંતરિક બદલી કરવામાં આવી હતી. આ બદલીના પગલે પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ હતી. પોલીસ વડા અજિત રાજ્યાણ દ્વારા ગુરૂવારના રોજ 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરતો આદેશ આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહત્વનું છે કે, રાજ્યમાં પોલીસ બેડામાં મોટાભાગના વિસ્તારમાં બદલીની પ્રોસેસ થતી હોય છે. ત્યારે આણંદમાં એક સાથે 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીને લઈને ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી
કોની કોની બદલી કરવામાં આવી આણંદ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. જે. પુરોહિતને રીડર ટુ DYSP પેટલાદ, આણંદ DYSPના રીડર PSI પી.કે. સોઢાને આણંદ ગ્રામ્યમાં મુકવામાં આવ્યાં છે. સોજીત્રાના એ.પી. પરમારની રીડર ટુ DYSP ખંભાત, વિરસદના જે.કે. ભરવાડને સોજિત્રા, પેટલાદના એમ.આર. રાઠોડને વિરસદ, રીડર ટુ DYSP ખંભાતના એમ.એમ. જુજાની પેટલાદ, તારાપુરના એચ.જી. ચૌધરીને સાયબર ક્રાઇમ, ભાલેજના એન.એસ. ઝાલાને રીડરની બદલી કરવામાં (Police Transfer in Gujarat 2022) આવી રહી છે.
આ પણ વાંચો "હું સી.આર.પાટીલ બોલું છું" કર્મચારીની બદલી કરવા ભલામણ કરતો આરોપી પોલીસ પાસે
કર્મચારીઓની બદલી પેટલાદ ગ્રામ્યના એ.એસ. શુકલને ભાલેજ, ભાદરણના એસ.એમ. પટેલને પેટલાદ ગ્રામ્ય, LIBના પી. જે. પરમારને ભાદરણ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક કર્મચારીઓની સમય મર્યાદા પ્રમાણે (police transfer list in Anand) બદલી કરવામાં આવી છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને પણ બદલી કરી હોય શકે છે. આ ઉપરાંત હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પોલીસની બદલીને લઈને સુત્રો તરફથી માહિતી મળી રહી છે.