ETV Bharat / state

વિદેશી દારૂ સાથે જામી હતી બર્થ ડે ગર્લની મહેફીલ, પોલીસ બની વિલન - Greenton Villa Farm Birthday Party

આંકલાવ પોલીસે દારૂની પાર્ટી 25 જેટલા વ્યક્તિઓની અટકાયત કરતા (alcohol drinking in Anand) સનસનાટી ફેલાઈ ગઈ હતી. યુવતીની બર્થડે પાર્ટી હતી જેમાં 15 પુરૂષો સાથે 10 મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી. આ તમામ નબીરાઓ વડોદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. Alcohol feast at Nawakhal village, Greenton Villa Farm Birthday Party

વિદેશી દારૂ સાથે જામી હતી બર્થ ડે ગર્લની મહેફીલ, પોલીસ બની વિલન

author img

By

Published : Sep 13, 2022, 12:11 PM IST

આણંદ આંકલાવ પોલીસે મધ્ય રાત્રીએ દારૂની મહેફિલ માણતા 25 નબીરાઓને ઝડપી લેતા ચકચાર (alcohol drinking in Anand) મચી ગઈ છે. નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વિલા ફાર્મના એક બંગલામાં મ્યુઝીક સિસ્ટમના તાલે નાચ-ગાન ચાલી રહ્યો હતો. નાચ-ગાન સાથે વિદેશી દારૂની મહેફિલ માણતા હતા. પોલીસને જાણ થતાં તમામની ધરપકડ કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિદેશી દારૂ સાથે જામી હતી બર્થ ડે ગર્લની મહેફીલ, પોલીસ બની વિલન

મળતી માહિતી મુજબ રવિવારે રાત્રીના સુમારે આંકલાવ પોલીસને માહિતી મળી હતી કે, નવાખલ ગામે આવેલા મૃગેશ શાહના ગ્રીન ટોન વિલા ફાર્મના બંગલા નંબર 2માં કેટલાક સ્ત્રી-પુરુષો એકત્ર થઈને બર્થ-ડે પાર્ટીનું આયોજન કરી ઈંગ્લીશ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે છાપો મારતાં બંગલા નંબર 2માં જોરશોરથી ગીતો વગાડીને કેટલાય યુવક-યુવતીઓ હાથમાં દારૂની ભરેલી ગ્લાસો લઈને ચીયર્સ કરતા-કરતા નાચગાન કરી રહ્યા હતા. જેથી પોલીસે તુરંત ડીજે સિસ્ટમ બંધ કરાવીને તમામને ત્યાં જ બેસી જવાનો આદેશ કર્યો હતો.(feast of alcohol in Anand)

મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની ઓલ સીઝન બ્રાન્ડની ત્રણ ભરેલી બોટલો, બે અર્ધભરેલી તેમજ 5 ખાલી બોટલો મળી આવી હતી. સાથે સાથે વેફર્સ, દાળ સહિત બાયટીંગની વસ્તુઓ, ગ્લાસ વગેરે પણ મળી આવ્યું હતું. પોલીસે પકડાયેલી 10 યુવતીઓ અને 15 યુવકોની અંગજડતી કરતા 25 મોબાઈલ ફોન અને રોકડા 3700 મળી આવ્યા હતા. બંગલાની બહાર પાર્ક કરેલી 8 બાઈક તેમજ એક i20 કાર પણ મળી આવી હતી. આ તમામ મુદ્દામાલની કિંમત 11,80,800 રૂપિયા જેટલી થવા જાય છે. જે જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

10 યુવતીઓનો જામીન પર છુટકારો નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વિલા ફાર્મ બંગલામાં વિદેશી દારૂની મહેફિલ માણતા પકડાયેલી 10 યુવતીઓને આજે સાંજના સુમારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેથી તેમને કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે 15 યુવકોને બીજા દિવસે કોર્ટમાં રજુ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. (birthday party alcohol drinking in Anand)

યુવક-યુવતીઓ નશાની હાલતમાં આંકલાવના PSI હરદિપસિંહ રાણાએ જણાવ્યું હતું કે, મોટાભાગના યુવક-યુવતીઓ નશાની હાલતમાં હતા અને તમામના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે. પકડાયેલા તમામ યુવક-યુવતીઓ પ્રાઇવેટ કંપનીઓમાં નોકરીઓ કરે છે અને કેટલાક વડોદરાની નામી યુનિવર્સિટીના વિધાર્થીઓ છે. એ રીતે એકબીજાની સાથે સંપર્કમાં હતા. આ દરમિયાન સિદ્ધિ ભુવા નામની 22 વર્ષીય યુવતીની ગઈકાલે બર્થ-ડે હોય તેણીએ ઉક્ત ગ્રીનટોન વિલામાં આવેલો મૃગેશ શાહનો બંગલો 10 હજારના ભાડેથી બુક કરાવ્યો હતો અને ત્યાં પાર્ટીનું આયોજન કર્યું હતું. (Alcohol feast at Nawakhal village)

સિદ્ધિ ભુવાની બર્થ-ડે હોવાથી આયોજન વડોદરાના રેસકોર્સ ખાતે રહેતી સિદ્ધિ કમલભાઈ ભુવાની ગઈકાલે બર્થ-ડેને લઈને આ પાર્ટીનું આયોજન કર્યુ હતુ. નવાખલમાં આવેલા ગ્રીનટોન વિલા ફાર્મનો બંગલો નંબર 2 ધરાવતા મૃગેશ શાહ પાસેથી 10 હજારનું ભાડું નક્કી કરીને બંગલો ભાડે લીધો હતો. ત્યારબાદ સાંજના સુમારેથી એક બાદ એક મિત્રો બાઈકો પર તેમજ કારમાં બંગલાએ આવ્યા હતા અને પાર્ટી શરૂ કરી હતી. મ્યુઝીક સિસ્ટમ ઉપર યુવક-યુવતીઓ વિદેશી દારૂની મહેફિલ માણતા-માણતા નાચ-ગાન કરી રહ્યા હતા. આ દરમિયાન આંકલાવ પોલીસ ત્રાટકી હતી અને તમામને પકડીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં મેડિકલ ટેસ્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ફાર્મહાઉસ ભાડેથી આપનાર મૃગેશભાઈ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો.(Greenton Villa Farm Birthday Party)

પકડાયેલા યુવક-યુવતીઓના નામ બ્રિજેશ ઉર્ફે નિયતી જશુભાઈ પરીખ, રાધિકા હરીશભાઈ સોની, પ્રીતી મનોહરભાઈ ભારદ્વાજ (શર્મા), આયુષી સીથરભાઈ ચૌધરી, ઐશ્વર્યા ઉર્ફે પ્રાચી વીનય કુમાર સિન્હા શ્રીવાસ્તવ, હેત્વી રાજેશભાઈ આહીર (સોરઠીયા), આયુષી આશિષકુમાર દવે, સાક્ષી મંજુલભાઈ જેઠવા, રામાપીર રાજકુમાર રાય, સિદ્ધિ કમલભાઈ ભુવા, સાગરભાઈ સુનિલભાઈ શાહ, મુકેશભાઈ રમેશભાઈ પ્રજાપતિ, સોમેશ બદ્રીલાલ તલી, વરૂણ દિનેશભાઈ પટેલ, ક્ષિતિજ શૈલેન્દ્ર ભાઈ રાય, ઓમ કેજલ ભાઈ પટેલ, આકાશ વિક્રમભાઈ ડાકી, આદિત્ય ભાનુભાઈ પુરોહિત હતા. દિપક રાણાભાઈ ભરવાડ, અજય ભાઈ નટવર ભાઈ મકવાણા, રોહનભાઈ હિતેશકુમાર મોચી, પાર્થ કિશોરભાઈ મુલાણી, હર્ષિત શિવપ્રસાદ લંકે, કર્તવ્ય પરેશભાઈ મહેતા, શિવમ રાજેન્દ્રભાઈ રાય હતા. Young men and women enjoying alcohol in Anand

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.