આણંદ : આજે આણંદમાં કોરોના પૉઝિટિવના 2 કેસો આવતાં જ લૉકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. દૂધ-શાકભાજી, અનાજ કરિયાણું ખરીદવા માટે સવારથી લઈને 11 વાગ્યા સુધી જ છુટ આપવામાં આવી છે. તેમ છતાં આજે ૧૧ વાગ્યા સુધી વિદ્યાનગરના હરિઓમનગર ખાતે આવેલા રબારીવાસ પાસે કિશન પાપડની દુકાન અને ફેક્ટરી ખુલ્લી હતી. ત્યાં મજૂરો તેમજ ખરીદારી માટે ટોળુ એકત્ર થયું હતુ. જ્યાં સોશ્યિલ ડિસ્ટન્સ પણ જળવાતુ નહોતુ. જેની જાણ વિદ્યાનગર પોલીસને થતાં જ પોલીસ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી. દુકાનના માલિક નિકુંજ કીશનભાઈ પ્રજાપતિ સહિત કુલ 20 જેટલા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
પોલીસે તમામ વિરૂધ્ધ કલમ 144 અને 188નો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. વિદ્યાનગર પોલીસના જણાવ્યા અનુસાર કિશન પાપડના માલિક દ્વારા અનાજ કરિયાણાની આડમાં અન્ય ચીજવસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવતુ હતુ.
વિદ્યાનગરમાં કિશન પાપડની દુકાન-ફેક્ટરીમાં લૉકડાઉનનો ભંગ બદલ 20ની ધરપકડ - આણંદ કોરોના અપડેટ
વિદ્યાનગરના હરિઓમનગરમાં કાર્યરત કિશન પાપડ નામની દુકાન અને ફેક્ટરીમાં સમય મર્યાદા બહાર દુકાન ખુલ્લી રાખી હતી. અનાજ કરિયાણાની સાથે સાથે અન્ય ચીજવસ્તુઓનું પણ વેચાણ કરતાં માલિક સહિત કુલ 20 જેટલા વ્યક્તિઓની વિદ્યાનગર પોલીસે ધરપકડ કરી હતી. કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ 188 મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.