આણંદઃ પેટલાદ શહેરના રહેવાસી અને ઘણા લાંબા સમયથી સામાજીક સેવા સાથે સંકળાયેલા વિજ્ઞાત્રીબેન દ્વારા કોરોના સામેની લડતમાં દેશના નાગરિકોનું મનોબળ બનાવી રાખવા અને ગરીબોને આ મહામારીની બીમારી સામેની લડતમાં જરૂરી મદદ પહોંચાડવા સેવાકાર્યો ચાલુ કરવાં આવ્યા, જેમાં કોરોનાના સંક્રમણથી બચવા અત્યંત આવશ્યક એવા માસ્કનું વિપુલ માત્રમાં આણંદ જિલ્લામાં વિતરણ કરવામાં આવ્યા સાથે સાથે મધ્યમવર્ગીય પરિવારો માટે શાક અને અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યા.
જ્યારે લોકડાઉન દરમ્યાન તેમના ધ્યાનમાં આવ્યું કે, આ તમામ બાબતો વચ્ચે ઘરમાં રહેવામાં અને સોશ્યિલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં સૌથી વધુ તકલીફ ભોગવી રહ્યા હોય તો એ હતા નાના બાળકો જેનું, બાળપણ લોકડાઉનના કપરા સમયમાં બેડીએ બંધાઈ ગયું હતું.
આ સાથે વિજ્ઞાત્રીબેને નીર્ધાર કર્યો કે, બાળકો માટે કંઇક કરવું જોઈએ અને વિચાર કરતા જ સામે આવ્યું કે, બાળકોને ખુશ કરી કોરોના અંગે જાગૃત કરવા તેમને બાળ કીટનું વિતરણ કરવા આવે બસ એ સાથે જ તેમણે જોતજોતામાં સ્વયંસેવકોની મદદથી 50 હજાર બાળ કીટ તૈયાર કરવાની કામગીરી ચાલુકારી. જેમાં ચોકલેટ, વેફર, બિસ્કિટ, કુરકુરે, જેવી બાળકોની મનપસંદ વસ્તુઓ આપવાનું શરૂ કર્યું.
સમગ્ર પેટલાદ તાલુકામાં ગામે ગામ પહોંચી બાળકોને નાસ્તાની કીટનું વિતરણ કરી તેમને ઘરમાં રહેવાનો સંદેશ આપ્યો, જેથી લોકડાઉનમાં પણ બાળકોની બાળપણની મસ્તી છીનવાઈ ન જાય.
પેટલાદના વામા સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરેલા આ સેવાના કારણે હજારો બાળકોના ચહેરા પર લોકડાઉનના કપરા સમયમાં પણ સ્મિત આવ્યું હતું. જે જાણે કે, કહેતું હતું કે કોરોના તું કેટલો પણ ખતરનાક કેમ નથી પણ પેટલાદના બાળકોની ખુશી તું નહીં છીનવી શકે.
આ અંગે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં વામા સેવા ટ્રસ્ટના પ્રમુખ વિજ્ઞાત્રીબેને જણાવ્યું હતું કે, પેટલાદ તાલુકામાં અંદાજીત આવી 50 હજાર બાળકીટનું વામા સેવા ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે અને લોકડાઉનમાં સૌથી વધુ તકલીફ ભોગવતા બાળકોને નાની ખુશી આપવાનો પ્રયત્ન કર્યો, જેમાં અમદાવાદની એક સંસ્થા ઉત્કર્ષ હેલ્થ કેર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી કુશુમબેન વ્યાસ દ્વારા તેમને ફાઇવ સ્ટાર ચોકલેટ પણ આપવામાં આવી હતી. જેના કારણે બાળકોની ખુશીઓમાં અનેક ઘણો વધારો થયો હતો. વિજ્ઞાત્રીબેને ઉત્કર્ષ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો અને લોકડાઉન અને કોરોના વિશે બાળકોને જાગૃત કરવા અને તેમને પ્રેમથી સમજાવવા લોકોને અપીલ કરી હતી.