આણંદ: રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં પેટલાદ નગરપાલિકાએ સમગ્ર ગુજરાત રાજ્યની કુલ 162 નગરપાલિકાઓમાં પ્રથમ નંબર જાળવી રાખવા સાથે બેસ્ટ પ્રેક્ટિસ ઇનોવેશન્સનો એવોર્ડ મેળવ્યો છે. જ્યારે પાંચ રાજયોના વેસ્ટ ઝોનમાં 19માં ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે.
પેટલાદ નગરપાલિકા દ્વારા કચરાનો આધુનિક પદ્ધતિ થી નિકાલ, વેસ્ટ માંથી બેસ્ટ, કચરા માંથી મળતા પ્લાસ્ટિક કચરામાંથી ડીઝલ બનનાવવું, ઘર ઘરથી કચરો ઉઘરાવવો, વૃક્ષારોપણ રસ્તાની સફાઈ તેમજ સુચારુ વયસ્થાપન કરવું વગરે અનેક બાબતોમાં પેટલાદ નગરપાલિકાનું વ્યવસ્થાપન અન્યો કરતા વધુ શ્રેષ્ઠ પુરવાર થયું હતું.પેટલાદના નાગરિકો તરફથી નગરને સ્વચ્છ રાખવામાં સહકાર મળ્યો અને પેટલાદ નગરનું ગોરવ વધાર્યું પેટલાદ નગરના નગર સેવકો, નગર પ્રમુખ, ચીફ ઓફિસર, કર્મચારીઓ અને સોંથી મહત્વની ભૂમિકા અદા કરનારા સફાઈ કર્મચારી ઓનો શ્રમ યજ્ઞ ફળ્યો,પેટલાદ નગરપાલિકાનો સુચારુ વયસ્થાપન કરવું વગરે અનેક બાબતોમાં પેટલાદ નગરપાલિકાનું વ્યવસ્થાપન અન્યો કરતા વધુ શ્રેષ્ઠ પુરવાર થયું હતું.
રાજ્યમાં સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ કોર્પોરેશનને પણ સ્વચ્છ સિટીના એવોર્ડ મળ્યા છે.જ્યારે પેટલાદ 2017થી 1008માંથી 2018માં 303 માંથી 2019માં 59 અને 2020માં 19માં ક્રમાંક સુધી પહોંચી લોકોની આદત બદલવામાં સફળ રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2020 ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દીશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ત્યારે આ સર્વેક્ષણમાં મળેલું સ્થાન પેટલાદ નગરના સૌ નાગરિકોનો ઉત્સાહ વધારનારા બની રહશે. મહાત્મા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતાના આગ્રહ અને અપીલ જનતાએ સ્વીકારી ગુજરાતના મહાનગરોને સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપ માં સ્થાન અપાવ્યુ છે. ત્યારે ગુજરાતના નગરો વધુ સ્વચ્છ અને હરિયાળા બને તે દિશા તરફ આગળ વધી રહ્યા છે.