ETV Bharat / state

મગફળી ભારતમાં તેલીબિયાંનો મહત્‍વપૂર્ણ પાક, વિશ્વમાં વાવેતરની દ્રષ્‍ટિએ પ્રથમ અને ઉત્‍પાદનની દ્રષ્‍ટિએ બીજાસ્‍થાને - વિશ્વમાં પ્રથમ નંબરનો તેલીબિયાં પાક

ભારત વિશ્વમાં પામતેલનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે. મગફળી એ ભારતમાં તેલીબિયાંનો એક મહત્‍વપૂર્ણ પાક છે. જે વિશ્વમાં વાવેતરની દ્રષ્‍ટિએ પ્રથમ અને ઉત્‍પાદનની દ્રષ્‍ટિએ બીજા સ્‍થાને છે. ભારતમાં મગફળીનું ઉત્‍પાદન ઓકટોબર-નવેમ્‍બરમાં આવે છે. વર્ષ 2019-20માં મગફળીના ઉત્‍પાદનમાં ચીન 170.20 લાખ ટન સાથે પ્રથમ હતું. જયારે ભારત 91.97  લાખ ટન સ્‍થાને બીજા સ્‍થાને ત્‍યારબાદ અમેરિકા 32.81 લાખ ટન, નાઇજીરિયા 24.20 લાખ ટન અને સુદાન 16.41 લાખ ટન સ્‍થાન ધરાવે છે.

મગફળી ભારતમાં તેલીબિયાંનો મહત્‍વપૂર્ણ પાક, વિશ્વમાં વાવેતરની દ્રષ્‍ટિએ પ્રથમ અને ઉત્‍પાદનની દ્રષ્‍ટિએ બીજાસ્‍થાને

author img

By

Published : Jun 8, 2021, 2:08 PM IST

  • 2019-20માં મગફળીના ઉત્‍પાદનમાં ચીન 170.20 લાખ ટન સાથે પ્રથમ હતું
  • ભારત 91.97 લાખ ટન સ્‍થાને બીજા સ્‍થાને હતું
  • એપ્રિલ-2020 થી ફેબ્રુઆરી-2021 દરમિયાન મગફળી તેલની ચીનમાં નિકાસ 5.89 લાખ ટન

    આણંદઃ ભારતમાં વર્ષ 2021-21માં મગફળીનો વાવેતર વિસ્‍તાર 50.89 લાખ હેકટર નોંધાયેલ અને ઉત્‍પાદન અંદાજે 101.46 લાખ ટન થયું છે જે ગત વર્ષ 299.52 લાખ ટન હતું. નિકાસ વધીને 2019-20માં 6.64 લાખ ટન થઇ છે. ચીનમાં મગફળીની ઊંચી માગના લીધે એપ્રિલ-2020 થી ફેબ્રુઆરી-2021 દરમિયાન મગફળી તેલની નિકાસ 5.89 લાખ ટન થઇ હતી. ગત વર્ષે પૂરના કારણે પાડોશી દેશોમાં મગફળીનું ઉત્‍પાદન ઓછું હતું, જેના કારણે ભારતમાંથી મગફળી તેલની નિકાસ વધી છે. આયાત 1.95 હજાર ટન થઇ હતી. વર્ષ 2019-20માં નાફેડે કુલ 5 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. જેમાં ગુજરાતમાંથી 3.72 લાખ ટન, રાજસ્‍થાનમાંથી 1.44 લાખ ટન અને આંધપ્રદેશમાંથી 16,600 ટન ટેકાના ભાવે ખરીદી કરી હતી.

આ પણ વાંચોઃ West Bengal: વીજળી ત્રાટકતા 27 લોકોના મોત

કરવેરા તરીકે 17.5 ટકા સેસ લાગુ
ગુજરાતમાં મગફળીનો વાવેતર વિસ્‍તાર આશરે 2019-20માં 16.88 લાખ હેકટર રહ્યો છે તેમજ ઉત્‍પાદન અંદાજે 41.20 લાખ ટન નોંધાયું હતું.. જે ગત વર્ષ 2019-20માં 46.45 લાખ ટન હતું. ભારત વિશ્વમાં પામતેલનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે. ભારત સરકારે ક્રૂડ પામ ઓઇલ પરનો કરવેરો 27.05 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો હતો. પરંતુ અલગથી કરવેરા તરીકે 17.5 ટકા સેસ લાગુ કર્યો છે. આ સેસનો ઉપયોગ કૃષિ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને અન્‍ય વિકાસ ખર્ચમાં ઉપયોગ કરવામાં આવશે. આ પ્રતિબંધોની ભારતમાં મગફળીની પાક પર સકારાત્‍મક અસર પડશે. ગુજરાતમાં મગફળીનો ભાવ ઓકટોબર-નવેમ્‍બર-2019માં રૂ. 943 પ્રતિ મણથી વધીને ઓકટોબર-નવેમ્‍બર-2020માં રૂ. 977 પ્રતિ મણ થયો હતો. હાલ મે-2021 દરમિયાન મગફળીનો ભાવ ગુજરાતના બજારોમાં રૂ. 1131 પ્રતિ મણ છે.

મગફળીનો ભાવ રૂ. 980થી 1090 પ્રતિ મણ રહેવાની સંભાવના
ઉત્‍પાદન, આંતરરાષ્‍ટ્રીય બજારમાં માગ અને સ્‍થાનિક બજારોની વિગતોને ધ્‍યાનમાં લઇને સેન્‍ટર ઓફ એગ્રિકલ્‍ચરલ માર્કેટીંગ ઇન્‍ટેલિજન્‍સ નાહેપ-કાસ્‍ટ, પ્રોજેકટ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે સંશોધન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેના તારણ પરથી અનુમાન કરવામાં આવ્‍યું છે કે, ઓકટોબર-નવેમ્‍બર-2021માં મગફળીનો ભાવ રૂ. 980થી 1090 પ્રતિ મણ રહેવાની સંભાવના હોવાનું સેન્‍ટર ઓફ એગ્રિકલ્‍ચરલ માર્કેટ ઇન્‍ટેલિજન્‍સ, નાહેપ કાસ્‍ટ પ્રોજકેટ, આણંદ કૃષિ યુનિવર્સિટીએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ કોરોનાના કારણે પાંચ હજાર કરોડની ઇન્ડસ્ટ્રી બની શકે છે મૃતપાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.