ETV Bharat / state

બોરસદમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થતાં શહેરની સુખાકારીમાં આ રીતે થશે વધારો - ગટર વ્યવસ્થા બોર્ડ

વડોદરામાં “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત નરેન્દ્ર મોદી 18 જુનના દિવસે ઉપસ્થિત રહી ઘણા લોકાપર્ણ કાર્ય સંપન્ન કર્યા હતા. જે અંતર્ગત આણંદમાં બોરસાદ શહેરની સુખાકારી અને સ્વચ્છતાને(Operation of Sewage Treatment Plant) ધ્યાન આપતા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના(Swarnim Jayanti Mukhyamantri Yojana) હેઠળ પ્લાન્ટનું એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બોરસદમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થતાં શહેરની સુખાકારી વધશે આ રીત, શું છે આ પ્લાન્ટ

author img

By

Published : Jun 20, 2022, 5:22 PM IST

આણંદ: “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18મી જૂન 2022ના રોજ વડોદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આણંદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લા સહિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન(Vadodara Municipal Corporation) વિસ્તારમાં પાણી-પુરવઠા, ઊર્જા, માર્ગ-મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા નિર્માણ પામેલ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરવાના છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ શહેરની(Borsad city of Anand district) સ્વચ્છતા સુખાકારીમાં વધારો થાય તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 17.24 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું(Sewage treatment plant) વડાપ્રધાન મોદી વડોદરામાંથી ઇ-લોકાર્પણ કરશે.

શહેરના અંદાજે ૭૭ હજારથી વધુ નાગરિકોને તેનો સીધો લાભ મળશે

આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાપીમાં કરોડોના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ બનાવવા આપી મંજૂરી

સીવરનું પાણી અને ઘન કચરાને ઉદ્યોગમાં વપરાશના હેતુ માટે પુન: ઉપયોગમાં લઇ શકાશે - નોંધનીય છે કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ(Sewer Management Board) દ્વારા બોરસદ નગરપાલિકા વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલ આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નગરના ગંદા પાણીના જથ્થાના શુધ્ધિકરણ સાથે તે પાણીનો યોગ્ય નિકાલ થશે. જેના કારણે ઉમરેઠ નગરની સ્વચ્છતા તથા જાહેર સુખાકારીમાં વધારો થવાની સાથે શુદ્ધિકરણ થયેલું સીવરનું પાણી અને ઘન કચરાને ખેતી તેમજ ઉદ્યોગમાં વપરાશના હેતુ માટે પુન: ઉપયોગમાં લઈ શકાશે.

સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થતાં શહેરની સ્વચ્છતા અને સુખાકારીમાં વધારો થશે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાને ધડાધડ આપી દીધી આ યોજનાના 45.09 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી, કોને લાભ મળશે જાણો

સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 9.80 MLD ક્ષમતા સાથેનો ઓપન ટેકનોલોજી વીથ બાયોલોજીકલ ન્યુટ્રીઅન્ટ પ્લાન્ટ - બોરસદ નગરપાલિકા દ્વારા રૂપિયા 17.24 કરોડના ખર્ચે બનાવાયેલા આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 9.80 MLD ક્ષમતા સાથેનો ઓપન ટેકનોલોજી વીથ બાયોલોજીકલ ન્યુટ્રીઅન્ટ રીમુવલ સાથેનો છે. જેમાં કંપાઉન્ડ વોલ, રાઇઝીંગ મેઈન પાઇપલાઇન, એફ્લુઅન્ટ ડિસ્પોઝલ પાઇપલાઇન અને પંપીંગ મશીનરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર થતા શહેરના અંદાજે 77 હજારથી વધુ નાગરિકોને તેનો સીધો લાભ મળવાની સાથે શહેરની સ્વચ્છતામાં પણ વધારો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.