ETV Bharat / state

વૃદ્ધ દંપતી સાથે નકલી પોલીસે કરી અસલી લૂંટ - anand mahadev mandir

આણંદમાં મંદિરે દર્શનાર્થે આવેલા વૃદ્ધ દંપતીના 1.90 લાખ રૂપિયાના દાગીનો ચોરી (Old couple looted) તસ્કરો ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી તેમના દાગીના ઉતરાવી લીધા (Old couple looted by miscreants) હતા. અત્યારે પોલીસે આ (Anand Police ) ત્રણેય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન (Anand Crime News) કર્યા છે.

વૃદ્ધ દંપતી સાથે નકલી પોલીસે કરી અસલી લૂંટ

author img

By

Published : Sep 27, 2022, 11:00 AM IST

આણંદ વાસદમાં સવારે મંદિરે દર્શનાર્થે જતા વૃદ્ધ દંપતીને લૂંટી તસ્કરો ફરાર થઈ ગયા હતા. 3 તસ્કરો પોલીસના સ્વાંગમાં આવ્યા હતા અને તેમણે પોલીસની ઓળખાણ આપી વૃદ્ધ દંપતીના 1.90 લાખ રૂપિયાની કિંમતના દાગીના ઉતરાવી લીધા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વાસદ પોલીસે (vasad police station) તેમને શોધવા માટે તપાસ શરૂ કરી છે.

મહાદેવ મંદિર પરની ઘટના આ અંગે મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના પરંતુ અત્યારે વાસદના એસટી ડેપો (Vasad ST depot) પાછળ આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતી અન્નાસાહેબ પાટીલ અને શોભાબેન પ્રથમ નોરતુ હોવાથી વાસદ હાઈસ્કૂલ (Vasad High School) સામે આવેલા મહાદેવના મંદિરે (anand mahadev mandir) દર્શન કરવા માટે ચાલતા જવા નીકળ્યા હતા. વાસદ ચોકડી વટાવીને ગેટથી અંદર પ્રવેશી મહાદેવ મંદિર તરફ જતા હતા. ત્યારે સવા દસેક વાગ્યાના સુમારે કલ્પના સોસાયટી પાસે આવેલા નીલકંઠ સ્ટોર પાસે પાછળથી બાઈક પર 2 શખ્સો સવાર થઈને આવી પહોંચ્યા હતા. અહીં તેમણે પોલીસની ઓળખ આપી (Anand Crime News) હતી.

ખોટું આઈકાર્ડ બતાવ્યું એટલે શોભાબેને પોલીસનો (Anand Police) ડ્રેસ કેમ પહેર્યો નથી તેવો સવાલ કરતા તસ્કરોએ અમે સિવિલ પોલીસ છીએ તેવી ઓળખ આપી હતી. પાછળ બેઠેલા શખ્સે ખિસ્સામાંથી આઈકાર્ડ જેવું કાઢીને બતાવ્યું હતું. દંપતીને ગુજરાતીમાં સમજણ ન પડતાં તેમણે હિન્દીમાં વાત કરવાનું જણાવતા બંને શખ્સોએ હિન્દીમાં આગળ પોલીસનું ચેકિંગ છે. દાગીના ઉતારીને મૂકી દો, નહીં તો 2,000 રૂપિયાનો દંડ થશે તેમ જણાવ્યું હતું.

વિશ્વાસ અપાવી કરી લૂંટ તે દરમિયાન ત્યાંથી એક શખ્સ ચાલતો ચાલતો તેમની પાસેથી નીકળતા બંને શખ્સોએ તેને પણ રોકીને દાગીના ઉતારીને ખિસ્સામાં મૂકી દેવાનું કહેતા પહેલા શખ્સે ગળામાં પહેરેલી સોનાની ચેઈન અને વિંટી ઉતારીને રૂમાલમાં મુકી રૂમાલને ખિસ્સામાં મુકી દીધો હતો. તેણે પણ દંપતીને સલાહ આપતા દાગીના ઉતારીને મૂકી દેવાનું કહેતા દંપતીને વિશ્વાસ બેઠો હતો. આથી અન્નાસાહેબે પત્ની શોભાબેને હાથે પહેરેલી 6 બંગડીઓ ઉતારવાનો પ્રયાસ કરતા ઉતરી નહોતી, જેથી એક શખ્સે પોતાની પાસેનું શેમ્પુ આપતાં શેમ્પુ હાથે લગાવીને બંગડીઓ ઉતારી લીધી હતી. ત્યારબાદ ગળામાં પહેરેલું મંગળસુત્ર પણ ઉતારીને રૂમાલમાં મૂકી દઈ અન્નાસાહેબ ગાંઠ (Anand Crime News) મારતા હતા.

નજર ચૂકવીને કરી હેરાફેરી ત્યારે પાછળ બેઠેલા શખ્સે લાવો બરાબર ગાંઠ મારી આપું તેમ જણાવીને રૂમાલ લઈ સિફતપૂર્વક બદલી લીધો હતો અને બીજો રૂમાલ આપીને તરત જ ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ તરફ દંપતીએ રૂમાલ ખોલીને જોતા અંદર કાચની બંગડીઓ મળી આવી હતી. આથી તરત જ પૂત્રને જાણ કરીને બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસને જાણ કરતા પોલીસ (Anand Police) પણ આવી પહોંચી હતી અને દંપતી પાસેથી વિગતો મેળવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

ત્રણેય શખ્સો 25થી 30 વર્ષની વયના હતા પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય શખ્સો 25થી 30 વર્ષની વયના હતા. બાઈક પર આવેલા શખ્સો પૈકી ચાલકે બ્લ્યૂ કલરનું પેન્ટ અને સ્કાયબ્લ્યૂ કલરની ટીશર્ટ પહેરી હતી. તેણે મોઢે રૂમાલ બાંધી રાખ્યો હતો. જયારે પાછળ બેઠેલા શખ્સે માથે ટોપી પહેરી હતી અને બ્લ્યૂ પેન્ટ તેમ જ સફેદ ટીશર્ટ પહેરી હતી. ચાલતા આવેલા શખ્સે ખાખી પેન્ટ તેમજ આછા ગુલાબી રંગનું ચેક્સ ડિઝાઈનવાળુ શર્ટ તેમ જ મોઢે ગુલાબી માસ્ક પહેર્યુ હતુ. આ વર્ણનના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.