- આંણદ જિલ્લા ભાજપા સંગઠનની નવી ટીમની જાહેરાત
- મહામંત્રી ઉપપ્રમુખ મંત્રી સહિતની નવી ટીમની કરી જાહેરાત
- જિલ્લા પ્રમુખ વિપુલ પટેલે સંગઠનના નવા હોદ્દેદારોની કરી નિમણૂક
- રમણ સોલંકી, નિરવ અમીન, મયુર સુથારને બનાવાયા મહામંત્રી
- 8 ઉપપ્રમુખ અને 6 મંત્રીના નામ પણ કરાયા જાહેર
આણંદઃ વિપુલ પટેલ દ્વારા આણંદ જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ તરીકે વિપુલ પટેલ સાથે મહામંત્રી તરીકે રમણ સોલંકી અને નિરવ અમીન સાથે આઠ ઉપપ્રમુખમાં ક્રમશઃ નરેન્દ્રસિંહ ચૌહાણ, છત્રસિંહ જાદવ, દિલીપ પટેલ, યોગેશ પટેલ, હસમુખ ચાવડા, ભગતસિંહ પરમાર, રૂપલ પટેલ, રંજન તળપદાની નિમણૂક કરવામાં આવી હતી તથા મંત્રી પદ માટે ક્રમશઃ જગત પટેલ, પ્રદ્યુમનસિંહ છાસટિયા, ધર્મેશ મિસ્ત્રી, ભાવના પરમાર, નયના પટેલ, રિટા ચાવડા, નિમીષા ઝાલા વગેરેની નિમણૂક કરવામાં આવી હતી. તથા અધ્યક્ષ તરીકે પેટલાદના પ્રદીપ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
અન્ય હોદ્દાઓ પર પણ કરવામાં આવી નિમણૂક
આ સાથે જ જિલ્લાના હોદ્દેદારો તરીકે કાર્યાલય કો-ઓર્ડિનેટર તરીકે સુરેશ પટેલ, સહકાર્ય કો-ઓર્ડિનેટર તરીકે વિપુલ પટેલ, જિલ્લા પેજ સમિતિ ઈન્ચાર્જ તરીકે સંજય રમણભાઈ પટેલ, જિલ્લા પેજ સમિતિ ઈન્ચાર્જ તરીકે મનોહરસિંહ પરમાર, કાર્યાલય ઈન્ચાર્જ તરીકે સુનિલ શાહ અને કાર્યાલય મંત્રી તરીકે ભાવેશકુમાર કાન્તિભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
પાર્ટી કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી પાઠવી શુભેચ્છાઓ
આમ આણંદ જિલ્લામાં ભાજપ સંગઠનનું માળખું જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ દ્વારા નક્કી કરાયેલા હોદ્દેદારોની સોંપવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ આણંદ જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાએ વેગ પકડ્યો હતો. આ સાથે જ નવનિયુક્ત હોદ્દેદારોને પાર્ટી કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.