ETV Bharat / state

મારુ ગામ કોરોના મુક્ત, આણંદના ગાજણા ગામે કોરોનાને ભગાવવા કસી કમર - Isolation Center

કોરોના મહામારી અટકાવવા માટે ગામડાઓ પણ હવે જાગૃત બન્યા છે. આણંદ ગામના ગાજણામાં કોરોના સંક્રમણ રોકવા માટે આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

મારુ ગામ કોરોના મુક્ત, આણંદના ગાજણા ગામે કોરોનાને ભગાવવા કસી કમર

author img

By

Published : May 7, 2021, 9:06 AM IST

Updated : May 7, 2021, 10:44 PM IST

  • કોરોનાને વધતો રોકવા ગામડા બન્યા કટિબદ્ધ
  • મુખ્યપ્રધાનના આહવાન પર યુવાનો એ શરૂ કર્યું આસોલેસન સેન્ટર
  • મારુ ગામ કોરોના મુક્ત ગામ માટે કામગીરી કરી શરૂ

આણંદ: વર્તમાન સમયમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. આણંદ જિલ્લામાં દર્દીઓની સંખ્યા પણ ચિંતા જનક રીતે વધી રહી છે. જિલ્લામાં ફક્ત મે માસના પ્રથમ 6 દિવસ માંજ 934 કેસ સામે આવી ચુક્યા છે. ગુજરાત સ્થાપના દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામના આહવાન પર હવે ગ્રામ્ય સ્તરે લોકો જાગૃત બન્યા છે.

corona
મારુ ગામ કોરોના મુક્ત, ગામડાઓએ કોરોના ભગાવવા કસી કમર

ગામ લોકોએ જ જવાબદારી ઉપાડી

બોરસદ તાલુકામાં આવેલું ગાજણા ગામ" મારું ગામ કોરોના મુક્ત ગામ"ને બરોબર અમલવારી કરી રહ્યું છે. આ ગામે પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે, આ ગામે યુવાનોની ટીમ કોવિડ કેર સેન્ટરની સેવામાં ચોવીસ કલાક કાર્યરત રહે છે. અહીં 12 જેટલા ગ્રામજનો આઈસોલેટ થયા છે તેઓને બે વખત ભોજન અને ચા નાસ્તો તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આણંદ જિલ્લાના આગેવાન અને આણંદ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહિડા તરફથી ભોજન સહિતની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રિયાલિટી ચેકઃ આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ

ગામમાં આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા

"મારુ ગામ કોરોના મુક્ત ગામ"ના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા કરાયેલ નિર્દેશ મુજબ તાલુકા વિકાસ અધિકારી મેઘા ભગત અને તાલુકા પંચાયત પ્રમુખ ધર્મદેવસિંહ ડાભીના માર્ગદર્શન હેઠળ ગામે ગામના સરપંચ અને ગામના તલાટી મંત્રીના નેતૃત્વમાં સમિતિની રચના કરી ૬૫ ગામોમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે .

સંક્રમણ વધે નહીં તે માટે ગામ કટીબદ્ધ

ગાંજણા ગામની યુવા ટીમ દ્વારા ગામમાં કોરોના સંક્રમણ વધે નહીં તેની કાળજી લઈ લોકોને જાગૃત કરવાનું પણ કામ કરે છે. ગાજણા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉ. રાહુલ પ્રજાપતિ અને ડો. નરેન્દ્રભાઈ અને નસિંગ સ્ટાફ આ કોવિડ કેર સેન્ટરના દર્દીઓની સતત ચકાસણી અને દવા વગેરે આપવામાં આવે છે. ગાજણા ગામે ગ્રામજનો એક ટીમ સ્વરૂપે મારુ ગામ કોરોના મુક્ત ગામને સાર્થક કરવા બરોબર કામે લાગ્યા છે.

Last Updated : May 7, 2021, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.