- લોકસભાના સાંસદ મિતેષ પટેલે ઉજવી મકરસંક્રાંતિ
- મિત્રો અને પરિવાર સાથે વતન વાસંદમાં કરી ઉત્તરાયણની ઉજવણી
- કોરોના ગાઇડ લાઇનનું પાલન કરી ઉજવવાની કરી અપીલ
આણંદઃ જિલ્લામાં સાંસદ મિતેશ પટેેલે પોતાના પરિવારજનો તથા મિત્રો યુવાનો સાથે વિદેશી મહેમાનોને સંગ ઉત્તરાયણની મજા માણી હતી. આ સાથે ઉત્તરાયણના તહેવારની સાથે કોરોના સંક્રમણનો ફેલાવો ન થાય તેનું ધ્યાન રાખવા માટે તથા સરકારની ગાઇડ લાઇનના નિયમોનું ઉલ્લંઘન કર્યા વગર ઉત્તરાયણની મજા માણવા માટે જનતાને અપીલ કરી હતી.
સરકાર અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો
સરકાર દ્વારા આગામી દિવસોમાં વેક્સિનેશનને લઈને હાથ ધરવામાં આવનારી કામગીરીને પણ વધાવતા સરકાર અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો.
ખ્યાતનામ બોડી બિલ્ડર શેરુ ક્લાસિક વાસદ ખાતે મિતેશ પટેલના મહેમાન બન્યાં
વિદેશથી આવેલા મહેમાનોમાં ખ્યાતનામ બોડી બિલ્ડર શેરુ ક્લાસિક વાસદ ખાતે મિતેશ પટેલના મહેમાન બન્યાં હતા. જેઓએ મકરસંક્રાંતિની વાસંદમાં થઇ રહેલી ઉજવણીની મજા માણી હતી. સાથે જ સાંસદ મિતેશ પટેલનો આભાર વ્યક્ત કરતા પોતાના બાળપણની યાદોને તાજી કરી હતી.