ETV Bharat / state

એક પરીવારે તરછોડાયેલી માતાને "શ્રવણ" બની વ્હારે આવતા અધિકારી, જાણો શું છે ઘટના - માતા અને બાળકનો સબંધ

આણંદઃ સામાન્ય રીતે પૃથ્વી પર સૌથી પવિત્ર માનવામાં આવતો સંબંધ એટલે કે માતા અને બાળકનો સબંધ, પરંતુ પ્રેમના આ સંબંધને શરમાવે તેવો કિસ્સો આણંદના બોરસદ ખાતે બન્યો છે. જ્યાં પોતાના પુત્રએ તરછોડેલી માતાની મદદ કરવા સરકારી અધિકારી શ્રવણ બનીને આગળ આવ્યા છે.

Anand
author img

By

Published : Sep 24, 2019, 7:01 PM IST

Updated : Sep 24, 2019, 9:58 PM IST

"ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહીં" આ પંક્તિ સંતાનનો માતા-પિતા પ્રત્યેનો આદર રજૂ કરે છે, પરંતુ સાંપ્રત સમયમાં વૃદ્ધ માતા-પિતાને યોગ્ય દરકાર ન રાખનાર અને પરિવારથી દૂર વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પાડનાર આજના પુત્રના દાખલા પણ જોવા મળતા હોય છે. આવો જ એક કિસ્સો બોરસદના રાસ ગામના વૃદ્ધ જયાબેન પટેલ સાથે બન્યો છે. જયાબેનના પતિ વ્યવસાયે ડૉક્ટર હતા, પતિએ બીજા લગ્ન કરી લેતા બીજી પત્ની થકી સંજય પટેલનો જન્મ થયો હતો. આમ, સંજય જયાબેનનો સાવકો પુત્ર થયો. સંજયએ જયાબેનને જીવનની ઢળતી સંધ્યાએ તરછોડી દીધા. ૭૫ વર્ષીય જયાબેનને પેટલાદના લક્કડપુરા વૃદ્ધાશ્રમમાં આશ્રય મળ્યો છે.

તરછોડાયેલી માતાને અપનાવી આણંદના આ અધિકારી બન્યા કળિયુગના શ્રવણ

ડાયાબિટીસને કારણે શારીરિક રીતે અશક્ત થયેલા જયાબેને પોતાની સમગ્ર દુર્દશા વિશે એક ફરિયાદ બોરસદ પ્રાંત કચેરીમાં કરી હતી. આ અરજીના અનુસંધાને બોરસદના સબડિવિઝન મેજિસ્ટ્રેટ એમ.એસ ગઢવીએ ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં વૃદ્ધ જયાબેનને દર માસે ભરણપોષણ પેટે રૂપિયા દસ હજાર ચૂકવવા ડૉક્ટર પુત્રને આદેશ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, હાલ ચાલી રહેલા શ્રાદ્ધ પક્ષમાં અસહાય વૃદ્ધ મહિલાને મદદરૂપ ચુકાદો આપી અને માતૃશક્તિને ચરિતાર્થ કરતો હોવાનું વડીલ વર્ગમાંથી સાંભળવા મળી રહ્યું હતું. આ અંગે etv ભારતે પ્રાંત અધિકારી અને જયાબેનની મુલાકાત લીધી હતી.

આજે જયાબેનને લક્કડપુરા વૃદ્ધાશ્રમ ખાતે રહેવાની અને જીવનનિર્વાહની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ, જયાબેનને સરકારી અધિકારી મુસીબતના સમયે શ્રવણ બની સામે આવ્યાનો કિસ્સો આણંદ જિલ્લામાં સામે આવી છે. ચાર પુત્રોને એક છત નીચે માતા-પિતા ઉછેરી શકે છે, પરંતુ એજ ચાર દીકરા માતા-પિતા માટે રહેવાનું ઠેકાણું પણ ઉપલબ્ધ નથી રહેતું. આ વાક્યને એક સરકારી અધિકારીએ ખોટું સાબિત કરી બતાવ્યું છે.

Intro:સામાન્ય રીતે પૃથ્વી પર સૌથી પવિત્ર માનવામાં આવતો સબંધ એટલે કે માતા અને બાળકનો સબંધ પરંતુ પ્રેમના આ સંબંધને શરમાવે તેવો કિસ્સો આણંદના બોરસદ ખાતે બન્યો છે જ્યાં પોતાના પુત્ર દ્વારા તરછોડાયેલ માતા ની મદદ કરવા સરકારી અધિકારી શ્રવણ બનીને આગળ આવ્યા.

Body:કહેવાય છે કે "ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહીં" આ પંક્તિ સંતાન નો માતા પિતા પ્રત્યે પોતાનો ઋણાનુબંધ ઉજાગર કરે છે પરંતુ સાંપ્રત સમયમાં પોતાના વૃદ્ધ માતા-પિતાને યોગ્ય દરકાર રાખનાર પોતાની સાથે રાખનાર પુત્રો ની જેમ પોતાના માતા-પિતાને હડધૂત કરનાર અથવા તો તેઓને પરિવારથી દૂર વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પાડનાર કપાતર પુત્રોના દાખલા પણ જોવા અને સાંભળવા મળતા હોય છે આથી જ કહેવાય છે કે ચાર પુત્રોને એક છત નીચે માતા-પિતા ઉછેરી શકે છે પરંતુ ઘડપણમાં એજ ચાર દીકરા હોવા છતાં માતા-પિતા માટે રહેવાનું ઠેકાણું પણ ઉપલબ્ધ નથી રહેતું.

આવો જ કિસ્સો બોરસદના રાસ ગામના વૃદ્ધા સાથે બન્યો છે.રાસ ગામના વતની જયાબેન ચંદ્રકાંતભાઈ પટેલ જેઓના પતિ ચંદ્રકાન્ત ભાઈ વ્યવસાય એ ડોક્ટર હતા, ડોક્ટર દ્વારા બીજા લગ્ન કરવામાં આવતા અને બીજી પત્ની થકી સાવકા પુત્ર સંજય પટેલ નો જન્મ થયો હતો સંજય દ્વારા જયાબેન ને નિસહાય જીવનની ઢળતી સંધ્યાએ તરછોડી દેવામાં આવ્યા હતા. જે અંગે બોરસદ તાલુકાના રાસ ગામના વૃદ્ધ ને તેમનો પુત્ર સાથે રાખતો ન હોવા સાથે ઘર બહાર કાઢી મુકયાની ફરિયાદ બોરસદ પ્રાંત કચેરીમાં કરવામાં આવી હતી.અરજીના અનુસંધાને 'મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ એન્ડ સિનિયર સિટિઝન એક્ટ' અંતર્ગત બોરસદના સબડિવિઝન મેજિસ્ટ્રેટ એમ.એસ ગઢવીએ ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો જેમાં વૃદ્ધ જયાબેનને દર માસે ભરણપોષણ પેટે રૂપિયા દસ હજાર ચૂકવવા ડોક્ટર પુત્રને આદેશ કરવામાં આવ્યો હતો.

જયાબેન જે અંદાજિત ૭૫ વર્ષની આસપાસ ની ઉંમરના વૃદ્ધ મહિલાને આજે પેટલાદ નજીક આવેલ લક્કડપુરા ના વૃદ્ધાશ્રમમાં આશ્રય મળ્યો છે ઓગસ્ટ માસની 28 તારીખના રોજ માતા-પિતાના ભરણપોષણ તેમજ વરિષ્ઠ નાગરિકોને કાયદાકીય જોગવાઈઓ થી આરોગ્ય શિક્ષણ સહિત સામાજિક સુરક્ષા અને પોતાના હક પ્રાપ્ત થાય તે માટે પુત્ર સંજયભાઈ ચંદ્રકાંત પટેલ વિરુદ્ધ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં અરજી કરી હતી અરજીમાં તેઓએ જણાવ્યું હતું કે ડાયાબિટીસ અને અન્ય રોગોના કારણે તેઓ શારીરિક રીતે અશક્ત થઈ ગયા છે પોતાના પતિ અને પુત્રનું અવસાન થયું છે અને સ્વર્ગસ્થ પત્ની અગાઉની પત્નીના પુત્ર રાસ ગામમાં ડોકટર તરીકે કામગીરી કરી રહ્યા છે. તેઓને માસિક આશરે ૫૦ હજાર કરતાં વધારે આવક હોવા છતાં પોતાને સાથે રાખવા તૈયાર નથી અને માનસિક ત્રાસ આપીને ઘર બહાર કાઢી મુકેલ હોવાથી લક્કડપુરા વૃદ્ધાશ્રમમાં પોતે શરણ લઈ રહેલ છે પુત્ર સાથે ખાધાખોરાકી આપવાની વૃદ્ધાની અરજીના અનુસંધાને આજે બોરસદ ના ઈન્ચાર્જ નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એમ એસ ગઢવીની કોર્ટમાં સુનાવણી ચાલવા પર આવતા ડોક્ટર પુત્ર ડૉ સંજય ચંદ્રકાંત પટેલે કરેલ મૌખિક દલીલોને સાંભળી અને મેજિસ્ટ્રેટે રજૂ થયેલ આધાર-પુરાવા સહિતની બાબતો ધ્યાને લઇ ફરિયાદી જયાબેન શારીરિક રીતે અશક્ત હોવાનું અને પુત્ર તેઓની પાસે રાખવા તૈયાર ન હોવાનું નોંધ્યું હતું વધુમાં પોતાની મિલકતનું દવાખાનું ધરાવતા હોવા છતાં અને માસિક આશરે 50,000 રૂપિયા જેટલી આવક ધરાવતા હોવા છતાં વૃદ્ધાને ની સહાય તરછોડી દેતા અશક્ત માતા જયાબેનને માસિક 10000 રૂપિયા જીવન નિર્વાહ ખર્ચ બાંધી આપવા અને તેમની પૂર્તિ શારીરિક અને માનસિક સાર સંભાળ રાખવી તે પુત્રની નૈતિક ફરજ બનતી હોય આથી આ સેવાકીય પ્રવૃત્તિ પાછળ થતા તમામ ખર્ચ ને આવરી લેતાં 10 હજાર રૂપિયા માસિક ભરણપોષણ પેટે ચૂકવવા હુકમ કર્યો હતો અને જો આ હુકમ માં કોઈપણ પ્રકારની ચૂક થાય છે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેની પણ તાકીદ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હાલ ચાલી રહેલ શ્રાદ્ધ પક્ષમાં અસહાય વૃદ્ધ મહિલાને મદદરૂપ ચુકાદો આપી અને માતૃશક્તિ ને ચરિતાર્થ કરતો હોવાનું વડીલ વર્ગમાંથી સાંભળવા મળી રહ્યું હતું.

Conclusion:સમગ્ર ઘટના પર etv ભારત દ્વારા પ્રાંત અધિકારી એમએસ ગઢવી અને જયાબેન ની મુલાકાત લેવામાં આવી હતી જે વિષય પર પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રાદ્ધ પક્ષમાં તેમને જયાબેન રૂપે તેમના માતા મળ્યા હોય તેવી લાગણી વ્યક્ત થઈ હતી જેથી જ્યારે તે જયાબેનને મળ્યા ત્યારથી તેમની માટે કંઈક કરવા ની તેમને આંતરિક પ્રેરણા મળતી હતી

આજે જયાબેનને લક્કડપુરા વૃદ્ધાશ્રમ ખાતે પ્રાંત અધિકારી દ્વારા રહેવાની અને જીવનનિર્વાહની વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવી છે સાથે સાથે જોગાનુજોગ જયાબેન દ્વારા કરવામાં આવેલ અરજી પર પણ મેજિસ્ટ્રેટ તરીકે તેમને નિર્ણય લેવાનોઅવસર પ્રાપ્ત થયો હતો.

આમ જયાબેનને સરકારી અધિકારી મુસીબતના સમયે શ્રવણ બની સામે આવ્યાનો કિસ્સો આણંદ જિલ્લામાં સામે આવી છે.

બાઈટ: મુળજીભાઈ સોલંકી (વૃદ્ધાશ્રમ ના સંચાલક)

બાઈટ : શ્રી સચિદાનંદ સ્વામી (રાષ્ટ્રીય સંત દંતાલિ,આશ્રમ)

બાઈટ: એમ એસ ગઢવી(પ્રાંત અધિકારી પેટલાદ)

રિપોર્ટર :યશદીપ ગઢવી
આણંદ.
Last Updated : Sep 24, 2019, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.