ETV Bharat / state

આણંદમાં 128 લાખના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક એસ. ટી. બસ સ્ટેન્ડનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ

રાજયના મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીના હસ્‍તે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલા સૌની શ્રદ્ધાનું કેન્દ્ર એવા આશાપુરા માતા મંદિરે આવતા દર્શનાર્થીઓ અને શ્રધ્‍ધાળુઓ માટે રૂપિયા 128 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક એસ. ટી. બસ સ્ટેન્ડનું ગાંધીનગર ખતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આધુનિક એસ. ટી. બસ સ્ટેન્ડનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ

author img

By

Published : Jun 6, 2021, 2:02 PM IST

  • મુખ્યપ્રધાને કરોડોના ખર્ચે તૈયાર થયેલા બસ સ્ટેન્ડનું લોકાપર્ણ કર્યું
  • પીપળાવ ગામે 128 લાખના ખર્ચે આધુનિક એસ.ટી.બસ સ્ટેન્ડ તૈયૈર કરાયું
  • બસ સ્ટેન્ડનું લોકાપર્ણ અને પાંચ ડેપોનું ખાત મુહૂર્ત કર્યું

આણંદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવિન બસ સ્ટેન્ડનું લોકાપર્ણ અને પાંચ ડેપોનું ખાત મુહૂર્ત કર્યું હતું. જેમાં આણંદ જિલ્‍લાના પીપળાવ બસ સ્ટેન્ડનો પણ સમાવેશ થાય છે. વિજય રૂપાણીએ એસ. ટી. નિગમની સેવાઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, એસ. ટી. બસની સેવા એક સામાજિક સેવા છે. તે પછી ગ્રામીણ વિસ્તાર હોય, વિધાર્થી માટેની સેવા હોય, આપત્તિનો સમય હોય કે, ગરીબ પરિવારો માટે લગ્ન પ્રસંગ હોય એસ. ટી. બસ હંમેશા સલામત સેવા આપી રહી છે.

આધુનિક એસ. ટી. બસ સ્ટેન્ડનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ
આધુનિક એસ. ટી. બસ સ્ટેન્ડનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ

આ પણ વાંચો : સીએમ રૂપાણીએ 14 બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂર્હુત કર્યું

નૂતન બસ સ્ટેન્ડની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કર્યું

પીપળાવ ગામે વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના મહેસુલ પ્રધાન કોશિક પટેલે નૂતન બસ સ્ટેન્ડની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, એસ. ટી. નિગમ દ્વારા ગ્રામીણ વિસ્તારો હોય, મોટા શહેરો હોય કે તીર્થ સ્થળો હોય તમામ ક્ષેત્રે પ્રવાસ કરતાં નાગરિકોને સલામત પ્રવાસ એસ. ટી. બસ દ્વારા મળી રહે છે. તેમણે પીપળાવ ગામ અને આશાપુરી માતાના મંદિરના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ માટે આ નૂતન સુવિધા ખૂબ ઉપયોગી પુરવાર થશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી 17 જાન્યુઆરીએ નર્મદાના કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે

સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ પ્રાપ્ત થતા પીપળાવ ગામની સુવિધામાં વધારો

જિલ્લાના સાંસદ મિતેષ પટેલે રાજ્ય સરકારની કામગીરીની સરાહના કરતા જણાવ્યું કે, ગુજરાત સરકારે કોરોના કાળમાં પણ લોકોની સેવા સાથે વિકાસની ગતિ તેજ રાખી છે. તેમણે આજે પીપળાવ ગામને એક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ પ્રાપ્ત થતા પીપળાવ ગામની સુવિધામાં વધારો થયો હોવાનું કહ્યું હતું.

એસ. ટી. વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

સાંસદ મિતેષ પટેલે મહેસુલ પ્રધાન શ્રી કૌશિકભાઇ પટેલને સરદાર પટેલની પ્રતિમા અર્પણ કરી હતી. જિલ્‍લા કલેક્ટર આર. જી. ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસા પરમાર, અગ્રણી વિપુલ પટેલ, કાર્યકરો, ગ્રામજનો અને આણંદ-નડિયાદ એસ. ટી. વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.