- રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું થયું નિધન
- આણંદ જિલ્લા સાથે રાજકીય અને પારિવારિક રીતે જોડાયેલા
- ગ્રામજનોએ સ્વ માધવસિંહ સોલંકીની યાદો ને વાગોળી
આણંદ:દેશમાં રાજકીય ક્ષેત્રે ખ્યાતિ ધરાવતા ગુજરાત કોંગ્રેસના રાજકીય વડીલ અને રાજ્યના 7માં મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી નું નિધન થયું છે. ચરોતર પ્રદેશ સાથે માધવસિંહ સોલંકીનો ખૂબ જ ઘનિષ્ઠ સબંધ રહ્યો છે. તેમના વિદ્યાર્થી કાળ અને વકીલાતની કારકિર્દી પણ ચરોતરની ભૂમિ પર રહી શરૂ થઇ હતી. જેમાં પ્રથમ બદલપુર ત્યારબાદ બોરસદ અને પછી દેડરડા ગામે પણ તેમને ઘણો સમય વિતાવ્યો હતો.
દેડરડા ગામે માધવસિંહ સોલંકીના પુત્ર નું મકાન આવેલું
દેડરડા ગામે માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી નું મકાન આવેલું છે. જે સ્થળે માધવસિંહ સોલંકીની થયેલી મુલાકાતોને આજે દેડરડા ગામના લોકોએ યાદ કરી હતી. જે સ્થળે ભરતસિંહ સોલકી નું મકાન આવેલું છે. ત્યાંના સ્થાનિક નાગરિક છોટાભાઈ સોલંકીએ માધવસિંહ સોલંકીના દેડરડા ગામ સાથેના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે,માધવસિંહ સોલંકી દેડરડા ગામમાં લાંબો સમય સુધી રોકાયા હતા.શરૂઆતના સમયમાં જ્યારે ધારાશાસ્ત્રીનો અભ્યાસ પૂર્ણ કરી તે આણંદ જિલ્લામાં પરત ફર્યા ત્યારે દેડરડા ગામે રહી બોરસદ સાયકલ લઈ ને અવર જવર કરતા આ અંગે ની યાદો ગામ લોકો આજે પણ યાદ કરે છે.
ગામ સાથે જોડાયેલી તેમની યાદો સાચવી ને રાખવામાં આવી
માધવસિંહ સોલંકીના લગ્ન મુંબઇના ધારાસભ્ય અને સ્વાતંત્રસેનાની સ્વ.ઈશ્વરભાઈ ચાવડાની પુત્રી વિમળાબેન સાથે થયા હતા. આજ મુખ્ય કારણ તેમને રાજકારણમાં આવવા પ્રોત્સાહિત બન્યું હતું.
આજે પણ આ ગામની દીવાલો પર જેતે સમયમાં ચિતરેલા ચૂંટણી પ્રચારના ચિત્રો અને ગામ સાથે જોડાયેલી તેમની યાદો સાચવી ને રાખવામાં આવી છે.આજે જ્યારે માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. ત્યારે દેડરડા ગામના રહીશો શોકમગ્ન બન્યા છે.
- આ પણ વાંચો :
સ્વ.માધવસિંહના પાર્થિવદેહને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય લવાશે, રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત
માધવસિંહ સોલંકીએ છેલ્લી ઘડીએ પાટણના પીઢ ગાંધીવાદી સાથે કર્યો હતો વાર્તાલાપ