ETV Bharat / state

તારાપુરમાં 5000 એકરમાં ડાંગરના પાકને નુકસાન, CMને કરાશે રજૂઆત - ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન

આણંદઃ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાને કારણે ચરોતરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ચરોતરમાં અનેક સ્થળો પર ભારે નુકસાન થયુ છે. ધોધમાર વરસાદને કારણે મોટાભાગના ડાંગર-મરચા અને તમાકુ સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગે તારાપુરમાં ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

તારાપુરના 5000 એકરમાં ડાંગરના પાકને ભારે નુકસાન
author img

By

Published : Nov 4, 2019, 4:28 PM IST

તાજેતરમાં સક્રિય થયેલા ક્યાર વાવાઝોડાને કારણે ભાઇબીજના દિવસે પડેલા ધોધમાર વરસાદમાં મોટાભાગના ડાંગર-મરચા અને તમાકુ સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને હવે ફરીથી 'મહા' વાવાઝોડાની સંભાવનાને કારણે તારાપુર વિસ્તારમાં ડાંગરનું ઉત્પાદન સૌથી વધુ થાય છે, ત્યાં વધુ નુકસાન થવાની ભીંતિ પણ છે.

તારાપુરના 5000 એકરમાં ડાંગરના પાકને ભારે નુકસાન

તારાપુર પંથકમાં આશરે પાંચ હજાર કરતાં વધુ એકરમાં ડાંગરના તૈયાર પાકને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે દિવાળીના નવા દિવસો પર ખેડૂતો પર આવી પડેલી આફતનો તાગ મેળવવા વિસ્તારના ધારાસભ્ય પૂનમ પરમાર દ્વારા ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી અને ખેડૂતોને આશ્વાસન આપવા સાથે સરકાર તરફથી બને તેટલી મદદ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે.

સોજીત્રા અને તારાપુર તાલુકાના ધારાસભ્ય પૂનમ પરમાર દ્વારા ખાસ ETV ભારતને જણાવવામાં આવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન માટે સરકારે ખેડૂતોની મદદ કરવી જોઇએ અને ખેડૂતો આ નુકસાન સહન કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તારાપુર તાલુકાના 42 ગામમાં 5000 એકર કરતાં વધુ જમીનમાં ડાંગરના પાકને ખૂબ જ નુકસાન થવા પામ્યું છે. અંદાજે 80% કરતાં વધારે પાક નિષ્ફળ જવાની શક્યતાઓ સેવાઇ રહી છે, ત્યારે અંદાજે 80% કરતાં વધુનો ખેડૂતો પાસે પાક વિમો પણ નથી. જેથી સરકાર યોગ્ય સર્વે કરાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લે તે માટે CM સુધી રજૂઆત કરવાની વાત પૂનમ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

Intro:અરબી સમુદ્રમાં સક્રિય થયેલ વાવાઝોડાના કારણે ચરોતરમાં કમોસમી વરસાદ વરસવાના કારણે ચરોતરમાં અનેક સ્થળો પર ધોધમાર વરસાદ ના કારણે મોટાભાગના ડાંગર મરચાં તમાકુ સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે

Body:ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં સક્રિય થયેલ મહા વાવાઝોડુ તથા પુનઃ કમોસમી વરસાદના ઝાંપટા નીતિ ચરોતર પંથકમાં વ્યાપી છે તાજેતરમાં જ નવા વર્ષ દરમિયાન અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ક્યાર વાવાઝોડા કારણે ભાઈબીજના દિવસે પડેલ ધોધમાર વરસાદમાં મોટાભાગના ડાંગર મરચાને તમાકુ સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે હવે ફરી વધુ એક વાવાઝોડાની સંભાવના ઓ ના પગલે તારાપુર વિસ્તારમાં કે જ્યાં ચરોતરમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન થાય છે

તારાપુર પંથકમાં આશરે પાંચ હજાર કરતાં વધુ એકરમાં ડાંગરના તૈયાર પાકને કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે ત્યારે દિવાળીના નવા દિવસો પર ખેડૂતો પર આવી પડેલ આસમાની આફતનો તાગ મેળવવા વિસ્તારના ધારાસભ્ય પૂનમ પરમાર દ્વારા ખેતરોની મુલાકાત લઇ ખેડૂતોને આશ્વાસન આપવા સાથે આવી પડેલ સમસ્યામાં સરકાર બને તેટલી ખેડૂતોને મદદ કરે તે માટે રજૂઆત કરવાની વાત કરવામાં આવી હતી

સોજીત્રા અને તારાપુર તાલુકાના ધારાસભ્ય પૂનમ પરમાર દ્વારા etv ભારત ને જણાવવામાં આવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન માટે સરકારે ખેડૂતોની મદદ કરવી જોઈએ અને ખેડૂતો આ નુકસાની સહન કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તારાપુર તાલુકાના ૪૨ ગામ માં પાંચ હજાર એકર કરતાં વધુ જમીનમાં ડાંગરના પાકને ખુબ જ મોટું નુકસાન થવા પામ્યું છે અંદાજે ૮૦ ટકા કરતાં વધારે પાક ફેલ જવાની શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે અંદાજે ૮૦ ટકા કરતાં વધુ ખેડૂતો પાસે પાક વીમો પણ નથી જેથી સરકાર યોગ્ય સર્વે કરાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લે તે માટે સીએમ સુધી રજૂઆત કરવાની પૂનમ પરમાર દ્વારા વાત કરવામાં આવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.