આણંદ: પાલઘર મહારાષ્ટ્રમાં બનેલી મોબ લિન્ચિંગની ઘટનાએ સમગ્ર દેશમાં અરેરાટી ફેલાવી દીધી છે ત્યારે આજે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય મહારાજે સખત શબ્દોમાં વખોડી હતી. હિન્દુ સંતો ઉપર થયેલ આ કરપીણ હુમલાને ખૂબ જ દુઃખ સાથે વખોડતા આચાર્ય અવિચલદાસ મહારાજે જણાવ્યું હતું કે, પાલઘરમાં બનેલી આ ઘટના માટે જેટલા હત્યારાઓ જવાબદાર છે, એટલા જ જવાબદાર પ્રશાસનના અધિકારીઓ પણ છે.
જે પ્રમાણે મહારાષ્ટ્રના પ્રવક્તાઓના નિવેદન સામે આવી રહ્યા છે, તે પ્રમાણે લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર હિન્દુ વિરોધી છે. જે રીતનું મહારાષ્ટ્રમાં પરિસ્થિતિનું સર્જન થવા પામ્યું છે. ત્યારે આ ઘટના અંગે તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
વધુમાં તેમણે મહારાષ્ટ્ર સરકારને સંબોધીને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર હવે અથવા તો ભારતના સંતો મહારાષ્ટ્ર આવી સરકારને જાગૃત કરવા માટે આવનાર સમયમાં આંદોલન માટે તેમણે આહવાન કર્યું હતું.