આણંદ: આણંદ જિલ્લામાં કોરોના (Corona in Anand) સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે શરદી, ખાંસીની ફરિયાદો પણ વધતું જોવા મળી રહી છે. ત્યારે ETV ભારત દ્વારા આણંદમાં આવેલ જનરલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લામાં આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓનો અભાવ
આણંદ જિલ્લામાં આજે પણ આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓનો અભાવ (Lack of health facilities in Anand) હોય તેમ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા ઉભી કરવામાં સરકાર નિષ્ફળ (government failed to set up civil hospital system) સાબિત થઈ છે.
આણંદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અનેક સમસ્યાઓ વેઠવી પડે
આણંદ નગરપાલિકા હોસ્પિટલને સરકારે સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપીને કામ ચલાઉ સુવિધા ઉભી કરી દીધી છે પણ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને અનેક સમસ્યાઓ વેઠવી પડે છે.
આણંદ જનરલ હોસ્પિટલમાં સુવિધાઓના નામે સિવિલની કોઈ સરખામણી નહી
આણંદ જનરલ હોસ્પિટલમાં સુવિધાઓના નામે સિવિલની કોઈ સરખામણીએ ન આવતી આ હોસ્પિટલમાં દર્દીઓને કેસ કઢાવવા માટે ફક્ત એક જ કેસ બારી ખુલ્લી રાખવામાં આવે છે, એકજ લાઈનમાં કોરોના સંક્રમિત અને વાઇરલ ઇન્ફેક્શન વાળા દર્દીઓ સાથે સામાન્ય બીમારીઓ વાળા દર્દીઓ લાંબા સમય સુધી ઉભા રહેવા માટે મજબૂર બને છે.
દર્દીઓએ આક્ષેપ કર્યો
દર્દીઓએ આક્ષેપ (Patients complained) કર્યો હતો કે, દવાખાનામાં કેસ બારી ફક્ત સાવરે 2 કલાક અને સાંજે 2 કલાક ખુલ્લી રાખવામાં આવે છે. જેથી દર્દીઓ જે બીમારીની સારવાર મેળવવા માટે હોસ્પિટલમાં પહોંચતા હોય છે તેમને દવા કરાવતાં પહેલા ખૂબ લાંબો સમય સુધી કેસ બારીની લાઈનોમાં ઉભા રહેવું પડે છે.
યોગ્ય વ્યવસ્થા કરવાની દર્દીઓએ લાગણી વ્યક્ત કરી
દર્દીઓએ હોસ્પિટલ પર માળખાકીય સુવિધાઓ ઉભી કરી ઝડપી અને યોગ્ય સારવાર ઉભું કરવા માટે અપેક્ષા વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે,હોસ્પિટલમાં OPD એકજ ડૉક્ટર દ્વારા ચલાવવામાં આવે છે. કોરોના કે અન્ય ટેસ્ટ માટે જ્યારે દર્દીઓ હોસ્પિટલમાં આવતા હોય છે, તે દર્દીઓ પણ લાંબો સમય સુધી રાહ જોવી પડતી હોય છે જે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની દર્દીઓએ લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો:
Corona cases in Gujarat:સૌથી વધુ 2500 વિદેશ પ્રવાસીઓ ધરાવતા આણંદમાં 133 કોરોના કેસ